ઔરૈયાઃ અછલદા પોલીસ સ્ટેશન વિસ્તારની આદર્શ ઈન્ટર કોલેજમાં શિક્ષકની મારપીટથી એક દલિત વિદ્યાર્થીનું મોત (up teacher beating student died) થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 7 સપ્ટેમ્બરે શિક્ષકે વિદ્યાર્થીની સાથે બેરહેમીથી મારપીટ કરી હતી. આ પછી વિદ્યાર્થી લગભગ 18 દિવસ સુધી મોત સાથે લડતો રહ્યો અને સોમવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત થયું.
ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીને આગ લગાવી:પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીનો (teacher beating dalit student ) મૃતદેહ ઘરે પહોંચતા જ આદર્શ ઈન્ટર કોલેજની બહાર સંબંધીઓ અને ભીમ આર્મીના અધિકારીઓએ હોબાળો મચાવી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવાર તેમની 7 મુદ્દાની માંગ પર અડગ છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની ગાડીને પણ આગ ચાંપી હતી. હાલમાં આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે. સમગ્ર જિલ્લાની ફોર્સ સ્થળ પર હાજર છે. ઘટના બાદ પ્રશાંત કુમાર આઈજી રેન્જ કાનપુર, ઔરૈયા ડીએમ પ્રકાશ ચંદ્ર શ્રીવાસ્તવ, એસપી ચારુ નિગમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
શું છે સમગ્ર મામલો?વૈશોલી ગામનો રહેવાસી નિખિત કુમાર (15) અછલદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કસ્બા ફાફુંડ રોડ પર સ્થિત આદર્શ ઈન્ટર કોલેજમાં ધોરણ 10નો વિદ્યાર્થી હતો. વિદ્યાર્થીના પિતા રાજુ દોહરાએ જણાવ્યું કે, 7 સપ્ટેમ્બરે સામાજિક વિજ્ઞાનના શિક્ષક અશ્વની સિંહે વર્ગમાં પરીક્ષા આપી હતી. તેમના પુત્રએ પણ પરીક્ષા માટે ઘણી તૈયારી કરી હતી. તે વાંચન અને લેખનમાં હોશિયાર હતો, પરંતુ તેણે પરીક્ષામાં એક શબ્દની જોડણી ખોટી કરી હતી. આ બાબતે શિક્ષક અશ્વની સિંહે તેના પુત્રના વાળ પકડીને લાતો અને લાકડીઓ વડે એટલો માર માર્યો હતો કે તે શાળામાં જ બેહોશ થઈ ગયો હતો.