ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નજીવી બાબતે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો સારવાર દરમિયાન થયું મોત

20 જુલાઈના રોજ રાજસ્થાનના જાલોરના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરાના ગામની એક ખાનગી શાળામાં ગુસ્સે ભરાયેલા શિક્ષકે ધોરણ 3ના દલિત વિદ્યાર્થીને ઘડામાંથી પાણી પીવા માટે માર માર્યો DALIT STUDENT DEATH AFTER TEACHER BEATEN હતો. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેના કાન અને આંખમાં આંતરિક ઇજાઓ પહોચી હતી. વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં શનિવારે તેનું મૃત્યું નીપજ્યું હતું DALIT STUDENT DEATH. સંબંધીઓના રિપોર્ટના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપી શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.

નજીવી બાબતે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો,
નજીવી બાબતે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો,

By

Published : Aug 14, 2022, 6:28 PM IST

રાજસ્થાન જાલોર જિલ્લામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી શાળાના શિક્ષકે ત્રીજા ધોરણના દલિત વિદ્યાર્થીને માટલા માંથી પાણી પીવા બાબતે માર માર્યો DALIT STUDENT DEATH AFTER TEACHER BEATEN હતો. જેના કારણે બાળકેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું મૃત્યું નિપજ્યું હતું DALIT STUDENT DEATH. કેસ નોંધાયા બાદ આરોપી શિક્ષકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પાણીની બાબતમાં મોત સાયલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રિપોર્ટ અનુસાર, સુરાણાના રહેવાસી કિશોર કુમારે એક રિપોર્ટમાં જણાવ્યું કે, તેના ભાઈ દેવરામનો પુત્ર ઈન્દ્રકુમાર સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. 20 જુલાઈના રોજ ઈન્દ્ર કુમાર શાળામાં અભ્યાસ કરવા ગયો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા શિક્ષક ચૈલ સિંહે ઘડામાંથી પાણી પીધા બાદ ઈન્દ્ર કુમારને માર માર્યો હતો. રિપોર્ટમાં આરોપ છે કે શિક્ષકે બાળકને ઘડામાંથી પાણી પીવા માટે થપ્પડ મારી હતી, જેના કારણે બાળકના જમણા કાન અને આંખમાં આંતરિક ઈજાઓ થઈ હતી.

સારવાર દરમિયાન થયું મોત કાનમાં તીવ્ર દુખાવાના કારણે ઈન્દ્ર કુમાર શાળાની સામે તેના પિતા દેવરામની દુકાને ગયો અને ઘટનાની જાણકારી આપી હતી. આ પછી દેવરામ મેડિકલ શોપમાંથી દવાઓ લઈને બાળકને ઘરે લઈ ગયો હતો. બાળકને વધુ દુખાવો થતાં તે બગોડા, ભીનમાલ, ડીસા, મહેસાણા, ઉદેપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે રખડતો રહ્યો. જે બાદ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયો હતો. ઈન્દ્રકુમારનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું.

જાલોર પોલીસનું ટ્વિટ જાલોર પોલીસે આ મામલે ટ્વિટ કરીને લખ્યું છે કે આ સંદર્ભમાં આરોપી શિક્ષક વિરુદ્ધ હત્યા અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં સીઓ જાલોરની તપાસ ચાલી રહી છે. એસપી અને સીઓ જાલોરે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી હતી. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમજ કેસની ઝડપી તપાસ માટે તેને કેસ ઓફિસર સ્કીમમાં લેવામાં આવ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details