ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માનવતાને શર્મસાર કરતી ઘટના : રાયબરેલીમાં એક દલિત યુવકને મારમારતો વીડિયો થયો વાયરલ - એટ્રોસીટી એક્ટ

રાયબરેલીમાં માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ( Dalit Boy being beaten goes viral Video) રહ્યો છે. વીડિયોમાં 10મા ધોરણના એક દલિત વિદ્યાર્થીને અસામાજિક તત્વો દ્વારા નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં દબંગ આરોપીએ પીડિત દલિત વિદ્યાર્થીને પગ પણ ચાટાડ્યા હતા. આરોપી દ્વારા અપશબ્દો બોલવાની સાથે તેણે જાતિવાદી શબ્દો પણ કહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાયબરેલીમાં એક દલિત યુવકને મારમારતો વીડિયો થયો વાયરલ
રાયબરેલીમાં એક દલિત યુવકને મારમારતો વીડિયો થયો વાયરલ

By

Published : Apr 19, 2022, 8:15 PM IST

રાયબરેલીઃ યુપીના રાયબરેલી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક દલિત વિદ્યાર્થીને અસામાજિક તત્વો દ્વારા બેરહેમીથી મારવામાં આવી ( Dalit Boy being beaten goes viral Video) રહ્યો છે અને તે પછી દબંગ આરોપી પીડિત વિદ્યાર્થીને પગ પણ ચટાડતા જોવા મળે છે. આ સનસનીખેજ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ ખળભળાટ (Dalit boy was beaten in Rae Bareli) મચી ગયો હતો. તે જ સમયે, આ કેસમાં, પોલીસે પીડિત વિદ્યાર્થીની ફરિયાદ (dalit Atrocities Act) પર 6 લોકો વિરુદ્ધ કેસ નોંધીને 3 લોકોની ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે આ વીડિયો આરોપીએ જ વાયરલ કર્યો હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ફરાર આરોપીને શોધી રહી છે.

રાયબરેલીમાં એક દલિત યુવકને મારમારતો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:અભિનેત્રી મુનમુન દત્તા વિરુદ્ધ નોંધાઈ અમદાવાદમાં પોલીસ ફરિયાદ

જણાવવામાં આવી રહ્યું છે કે પીડિત વિદ્યાર્થીની માતા આરોપીના ખેતરમાં કામ કરતી હતી. જેના પૈસા પીડિત વિદ્યાર્થી આરોપી પાસેથી લેવા ગયો હતો. ત્યા તેમણે પીડિતને હેરાન કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયો 11 એપ્રિલનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. રાયબરેલી જિલ્લાના જગતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી વિદ્યાર્થીએ કોતવાલીમાં તેના જ એક સાથી અને અન્ય 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ તેને બોલાવીને કેબલ અને લાકડી વડે માર માર્યો અને પછી તેના પગ ચટાડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન આરોપી બદમાશોએ પીડિત વિદ્યાર્થીની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. જોકે, પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:એટ્રૉસિટી એક્ટ: જામીનપાત્ર ગુનામાં ફરિયાદીને સાંભળ્યા વગર આરોપીને જામીન આપી શકાય: હાઈકોર્ટ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીને માર મારવાની અને પગ ચટાડવાની ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જ સમયે, પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતુ. અત્યાર સુધીમાં પોલીસે આ કેસ સાથે જોડાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details