અમદાવાદ : દરરોજ ETV BHARAT તમારી પ્રેમ કુંડળી જણાવે છે જેમાં લવલ લાઈફ વિશે કેટલીક ખાસ માહિતી છે તેના આધારે તમે તમારા દિવસની આયોજન બનાવી શકો છો અથવા તો તમે તેમાં દર્શાવેલ સાવચેતીમાં સાવચે તેવું લઈ શકો છો મેષ રાશિથી મીન રાશીના લોકો માટે કેવું છે આજનો પ્રેમ રાશિફળ વાંચો તમારી લવ લાઈફ સાથે જોડાયેલી મહત્વની કેટલીક વાતો.
મેષ:તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને પરિવારજનો સાથે સમય સારો રહેશે. નવા લોકો સાથે તમારો સંપર્ક વધશે. દાનમાં તમારી રુચિ વધશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે.
વૃષભઃતમે મીઠી વાણીથી લોકોને આકર્ષિત અને પ્રભાવિત કરી શકશો. લોકો સાથે સંપર્ક વધશે. ચર્ચા કે વિવાદમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. પાચનક્રિયામાં ગરબડ થવાને કારણે સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહેશે. અવગણના કરવાથી સમસ્યા વધી શકે છે.
મિથુનઃ તમે માતા અને ઘરના સ્ત્રી વર્ગ માટે વધુ ભાવુક રહેશો. વધુ પડતા વિચારોમાં ડૂબી જવાથી તમે તણાવ અનુભવી શકો છો. ઊંઘ ના આવવાથી થાક રહેશે. આ કારણે તમે તમારું કામ સમયસર પૂરું કરી શકશો નહીં.
કર્કઃ મિત્રો અને સ્વજનોને મળવાથી તમે પ્રસન્નતાનો અનુભવ કરશો. થોડી યાત્રા થવાની સંભાવના છે. મિત્રો સાથે સંબંધ વધુ મજબૂત બનશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે રહેવાથી તમને આનંદ મળશે. જૂના લવ પાર્ટનર સાથે મુલાકાત થઈ શકે છે.
સિંહઃતમારા મિત્રો અને દૂર રહેતા પ્રિયજનો સાથેની વાતચીત લાભદાયી રહેશે. સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. તમને સ્વાદિષ્ટ ભોજનથી સંતોષ મળશે. વાણીથી કોઈનું દિલ જીતી શકશો. મિત્રો પાસેથી મદદ મળી શકે છે.
કન્યાઃઆજે તમને તમારા સમૃદ્ધ વિચારો અને વાણીથી લાભ થશે. નવો સંબંધ બની શકે છે. તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. સુખ અને આનંદ મેળવી શકશો.
તુલા: અકસ્માતનો ભય રહેશે. ખર્ચ વધુ થશે. આધ્યાત્મિકતાથી મનને શાંતિ મળી શકે છે. ભાગીદારીના કામમાં સાવધાની રાખો. કોર્ટના કામ સાવધાનીથી કરો. પરિવારના સભ્યો સાથે વિવાદ થવાની સંભાવના છે.
વૃશ્ચિકઃઆજે તમે તમારા પરિવારના સભ્યોનો સહયોગ મેળવીને આનંદ અને સંતોષ અનુભવશો. પત્ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળશે. શુભ કાર્યમાં ભાગ લઈ શકશો. પરિણીત લોકોના સંબંધો ક્યાંકથી કન્ફર્મ થઈ શકે છે.
ધનુ: પ્રેમ જીવનમાં સફળતાથી તમે ઉત્સાહિત રહેશો. તમારી અંદર જનહિતની ભાવના રહેશે. તમારો દિવસ આનંદમાં પસાર થશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
મકરઃ તમે સંતાનોને લઈને ચિંતિત રહી શકો છો. લાંબી મુસાફરીની પણ સંભાવના છે. કોઈની સાથે સ્પર્ધામાં ન પડવું. કેટલાક આકસ્મિક ખર્ચ થઈ શકે છે. જીવનસાથીના વિચારોને પણ મહત્વ આપો. લવ લાઈફમાં આગળ વધવા માટે સંઘર્ષ કરવો પડશે.
કુંભ: વધુ પડતા વિચાર કરવાથી માનસિક રીતે પરેશાન રહી શકો છો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરિવારમાં ઝઘડો કે વિવાદ થઈ શકે છે. ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક તંગીનો અનુભવ થશે. ભગવાનને પ્રાર્થના કરવાથી તમને શાંતિ મળશે.
મીન: સ્વજનો અને મિત્રો સાથે પ્રવાસનો આનંદ માણી શકશો. વિવાહિત જીવનમાં નિકટતા અને મધુરતા રહેશે. સમાજમાં કીર્તિ વધશે. તમને તમારા પ્રિયજન સાથે કોઈ રોમેન્ટિક સ્થળની મુલાકાત લેવાની તક મળી શકે છે. આજે તમને નવી જગ્યાએ જવાનો મોકો મળશે.