અમદાવાદ : દરરોજ ETV BHARAT તમારી પ્રેમ કુંડળી જણાવે છે જેમાં લવલ લાઈફ વિશે કેટલીક ખાસ માહિતી છે તેના આધારે તમે તમારા દિવસની આયોજન બનાવી શકો છો અથવા તો તમે તેમાં દર્શાવેલ સાવચેતીમાં સાવચે તેવું લઈ શકો છો મેષ રાશિથી મીન રાશીના લોકો માટે કેવું છે આજનો પ્રેમ રાશિફળ વાંચો તમારી લવ લાઈફ સાથે જોડાયેલી મહત્વની કેટલીક વાતો.
મેષઃઆજે તમારામાં ભાવનાત્મકતા વધુ રહેશે, જેના કારણે આજે તમને લવ-લાઇફમાં નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી પડશે. કોઈની વાત કે વર્તનથી તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. કોઈની સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે. ભોજન અને ઊંઘમાં અનિયમિતતા ઉદાસીનું કારણ બનશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ બહાર જવાનો કાર્યક્રમ મોકૂફ રાખવો ફાયદાકારક રહેશે.મનની શાંતિ માટે આધ્યાત્મિકતાનો સહારો લો.
વૃષભઃ આજે તમે કોઈ વાતને લઈને ભાવુક રહેશો. આ તમારા મનને નુકસાન પહોંચાડી શકે છે. બપોર પછી પરિસ્થિતિમાં બદલાવ આવશે. તમારી કોઈ જૂની ચિંતા દૂર થશે. જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. પરિવાર કે મિત્રો સાથે સારું ભોજન કરવાની તક મળશે. આકસ્મિક પ્રવાસ થઈ શકે છે. પરિવાર, મિત્રો અને લવ-પાર્ટનર સાથે કોઈ નાનો વિવાદ મોટો થઈ શકે છે. આ દરમિયાન તમે મૌન રહીને વિવાદોને ટાળી શકશો.
મિથુન:આર્થિક લાભ મળવા ઉપરાંત મિત્રો અને લવ-પાર્ટનર તરફથી ભેટ મળી શકે છે. આ તમને વધુ ખુશ કરશે. બધાની સાથે આનંદમય સમય વિતાવશો. વિવાહિત જીવન સુખમય રહેશે. આજનો દિવસ લાભદાયક સાબિત થવાની આશા રાખી શકાય. સવારે તાજગી અને પ્રસન્નતાનો અનુભવ થશે. સંબંધીઓ, મિત્રો અને લવ-પાર્ટનર સાથે મળીને ભોજનનો આનંદ માણશો.
કર્કઃશરીર અને મનમાં બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થશે. મનની ઉદાસી અને દ્વિધાને કારણે તમારી નિર્ણય શક્તિ પ્રભાવિત થશે. પરિવાર, મિત્રો અને લવ-પાર્ટનર સાથે અણબનાવને કારણે કોઈ કામમાં મન નહીં લાગે.ગેરસમજ કે વાદ-વિવાદથી દૂર રહેવાની જરૂર છે. જો શક્ય હોય તો, મોટાભાગે મૌન રહો.
સિંહ: મિત્રો અને લવ-પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. સારું ભોજન મળશે.મિત્રો અને પ્રેમિકા તરફથી આજે વિશેષ મદદ મળશે. ખરીદી માટે બહાર જવાની તક મળશે. સહયોગ પ્રાપ્ત થશે. કોઈ શુભ પ્રસંગ આવી શકે છે. વૈવાહિક જીવન સારું રહેશે. પત્નીનો સહયોગ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે.