ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીનું 93 વર્ષની ઉંમરે બ્રહ્મલીન, માઉન્ટ આબુમાં થશે અંતિમ સંસ્કાર - બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા

આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીએ 93 વર્ષની જૈફ વયે ગુરુવારે સવારે 10.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગયા વર્ષે દાદી જાનકીના અવસાન બાદ તેમને મુખ્ય પ્રશાસિકા બનાવવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને એર એમ્બ્યુલન્સ દ્વારા આબુ રોડ લાવવામાં આવશે.

બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીનું 93 વર્ષની ઉંમરે મોત, માઉન્ટ આબુમાં થશે અંતિમ સંસ્કાર
બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીનું 93 વર્ષની ઉંમરે મોત, માઉન્ટ આબુમાં થશે અંતિમ સંસ્કાર

By

Published : Mar 11, 2021, 1:56 PM IST

Updated : Mar 11, 2021, 6:13 PM IST

  • મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીનું 93 વર્ષની વયે નિધન
  • મૃતદેહને એર એમ્બ્યુલન્સ દ્વારા આબુ રોડ લાવવામાં આવશે
  • અંતિમ દર્શન માટે શાંતિવન કેમ્પસમાં રાખવામાં આવશે

સિરોહી: આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા દાદી હૃદયમોહિનીએ 93 વર્ષની જૈફ વયે ગુરુવારે સવારે 10.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગયા વર્ષે દાદી જાનકીના અવસાન બાદ તેમને મુખ્ય પ્રશાસિકા બનાવવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને એર એમ્બ્યુલન્સ દ્વારા આબુ રોડ લાવવામાં આવશે.

લાંબા સમયથી બિમાર હતા

મળતી માહિતી મુજબ, દાદી હૃદયમોહિની લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દાદીમાનાં અવસાન બાદ બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

જ્ઞાન સરોવર ખાતે કરાશે અંતિમ સંસ્કાર

દાદીના મૃતદેહને એર એમ્બ્યુલન્સ દ્વારા અબુરોડ લાવવામાં આવશે. જ્યાં તેમના મૃતહેદને અંતિમ દર્શન માટે શાંતિવન કેમ્પસમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર માઉન્ટ આબુના જ્ઞાન સરોવર ખાતે કરવામાં આવશે. છત્તીસગઢનાં મુખ્ય પ્રધાન ભુપેશ બધેલે એક ટ્વિટ દ્વારા દાદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘણા લોકો દ્વારા દાદીમાનાં અવસાન પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Last Updated : Mar 11, 2021, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details