- દાદરાનગર હવેલીના MPનું શંકાસ્પદ મોત
- મુંબઇની હોટલમાંથી મળ્યો મૃતદેહ
- સ્યૂસાઈડ નોળ પણ મળી આવી
દાદરાનગર હવેલીના MP મોહન ડેલકરનું મુંબઈમાં શંકાસ્પદ મોત
મુંબઈઃ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક મોત થયું છે. મુંબઈની હોટલમાં મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે. તે 7 ટર્મથી દાદરાનગર હવેલીના સાંસદ હતા. મોહન ડેલકરના મૃતદેહ સાથે સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.
ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં મળ્યું હતું સ્થાન
મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં નિમણૂક કરવામા આવી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમા લોકસભા અને રાજ્યસભા મળી કુલ 28 જેટલા સાંસદોને સ્થાન આપવામા આવ્યું હતું. લોકસભાના 15 સિનિયર સાંસદોને આપવામાં આવેલા સ્થાનમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું.
મોહન ડેલકરની રાજકીય સફર
- 1989માં દાદરા નગર હવેલીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા
- 1991 અને 1996માં કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
- 1998માં ભાજપમાંથી દાદરા નગર હવેલીના સાંસદ બન્યા હતા
- 1999 અને 2004માં અપક્ષ તરીકે ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા
- 2009માં મોહન ડેલકર ફરી કોંગ્રેસમાં જોડાયા
- 2019માં અપક્ષમાંથી ફરી સાંસદ તરીકે ચૂંટાયા