નવી દિલ્હીઃકેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો મોદી સરકારે કરી દીધો છે. આ નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને 42%ના દરથી મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. તે માર્ચના પગાર સાથે આ રકમની ચૂકવણી થશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટની બેઠકમાં આ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4%નો વધારો કરવાની મંજૂરી દેવામાં આવી હતી
આ પણ વાંચોઃ Rahul Gandhi: સદસ્યતા રદ્દ થતા કોંગ્રેસના નેતૃત્વ સંકટમાં વધારો થયો?
આ વર્ષથી નિર્ણય લાગુઃમોંઘવારી ભથ્થાના વધેલા દર જાન્યુઆરી 2023થી લાગુ થશે. એટલે કે આ વર્ષથી આ નિર્ણયનો લાભ મળી રહેશે. કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક ભાર વધશે. શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાની જાહેરાતનું એલાન કરવામાં આવ્યું હતું. કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું હવે વધીને કુલ 42% થયું છે.