- કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારની મોટી જાહેરાત
- મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધારીને 31 ટકા કરાયું
- ભથ્થું 1 જુલાઈ 2021થી લાગુ કરવા કરાઈ જાહેરાત
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને(CENTRAL GOVT EMPLOYEES) દિવાળીની ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) 28 ટકાથી વધારીને 31 ટકા કર્યું છે, જે 1 જુલાઈ, 2021થી લાગુ કરવામાં આવશે. નાણાપ્રધાને આ માહિતી આપી હતી. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ અનુસાર, 'મૂળ વેતન' શબ્દનો અર્થ સાતમાં પગાર પંચ મુજબ મળેલો પગાર છે અને તેમાં કોઈ અન્ય વિશેષ પગાર અથવા ભથ્થાંનો સમાવેશ થતો નથી.
મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી કરાશે લાગુ
ખર્ચ વિભાગે 25 ઑક્ટોબરે જારી કરેલા ઑફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2021થી મૂળ પગારના વર્તમાન 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવશે. આ વધારો સંરક્ષણ સેવાઓમાંથી ચૂકવવામાં આવતા નાગરિક કર્મચારીઓને પણ લાગુ પડશે, જ્યારે સંરક્ષણ અને રેલવે મંત્રાલય સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓના સંદર્ભમાં અલગ-અલગ આદેશો જારી કરશે.