- ધારાવીના શાહૂ નગરમાં આજે બપોરે 12.30 વાગ્યે દુર્ઘટના ઘટી હતી
- સાયન હોસ્પિટલમાં ઇજાગ્રસ્તની સારવાર શરૂ કરવામાં આવી છે
- 14માંથી 2 લોકોની હાલત વધુ ગંભીર છે
મુંબઇ- ધારાવી વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાથી 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને મધ્ય મુંબઇ સ્થિત સાયન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બીએમસી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, હાલ સાયન હોસ્પિટલમાં ઇજાગ્રસ્તની સારવાર શરૂ કરવામાં આવી છે. 14માંથી 2 લોકોની હાલત વધુ ગંભીર છે. આ બે લોકો 70 ટકા બળી ગયા છે. ધારાવીના શાહૂ નગરમાં આજે બપોરે 12.30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી.
આ પણ વાંચો- મુંબઇના વર્લીમાં મનીષ કૉમર્શિયલ સેન્ટરમાં સિલિન્ડર બ્લાસ્ટ