- ચક્રવાત યાસે ડરાવ્યા લોકોને
- અમ્ફાનની યાદ થઇ તાજા
- વડાપ્રધાન મોદીએ કરી સમીક્ષા
નવી દિલ્હી: ચક્રવાત યાસ ઓડિશાના પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચેના બીચ પર ટકરાશે. ચક્રવાત યાસના લેન્ડપોલ પહેલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જોતા રવિવારે PM મોદીએ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે રાજ્યો સાથે સંકલનમાં કામ કરવા નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયએ કહ્યું કે, NDRF રાજ્યની એજન્સીઓને લોકોને સલામત સ્થળોએ ખસેડવાની તૈયારી કરવામાં મદદ કરી રહ્યું છે અને ચક્રવાતને લગતી પરિસ્થિતિને પહોંચી વળવા સમુદાયમાં જાગૃતિ લાવવા માટે સતત અભિયાન ચલાવી રહ્યું છે.
બેઠક બાદ PM મોદીએ કર્યું ટ્વીટ
PM મોદીએ ચક્રવાત 'યાસ'થી બચવા ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરિયાઇ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ લઈ જવાની સૂચના આપી હતી. બેઠક પછી, PM મોદીએ ટ્વીટ કર્યું કે, તેમણે લોકોને સમયસર સલામત સ્થળોએ પહોંચાડવા અને પાવર અને કમ્યુનિકેશન નેટવર્કને નડશે નહીં તેની ખાતરી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'મેં એ સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો કે ચક્રવાતને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોવિડ-19 દર્દીઓની સારવારમાં વિક્ષેપ ન આવે. હું સૌની સલામતી અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચોઃયાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા
કોરોના રસીકરણમાં અવરોધ નહીં
કોવિડ -19 સારવાર અને હોસ્પિટલોમાં રસીકરણ વિક્ષેપિત ન થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાન મોદીએ અધિકારીઓને રાજ્ય સરકારો સાથે યોગ્ય સંકલન સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો.
મુશળધાર વરસાદ અને વાવાઝોડાની શક્યતા
ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે, બંગાળની ખાડીમાં દબાણવાળું ક્ષેત્ર ચક્રવાતી તોફાન 'યાસ'માં ફેરવાશે અને 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠે પહોંચશે અને તે દરમિયાન 155થી 165 કિ.મીની ઝડપે પવનની ગતિ પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને તોફાન / વાવાઝોડાની સંભાવના છે.
પરિસ્થિતિ પર ગૃહમંત્રાલયની નજર
પ્રધાનમંત્રી કાર્યાલયએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ નવીનતમ આગાહી સાથે તમામ રાજ્યો માટે નિયમિત બુલેટિન જારી કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલય પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંબંધિત કેન્દ્રિય એજન્સીઓના સંપર્કમાં છે.
NDRFની ટીમો તૈનાત
પ્રધાનમંત્રી કાર્યાલયએ જણાવ્યું છે કે, તેમણે પહેલાથી જ રાજ્યના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનોને તમામ રાજ્યોમાં રવાના કરી દીધા છે અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 46 ટીમો તૈનાત કરી દીધી છે. જેમાં બોટ, વૃક્ષ કાપવાના યંત્રો અને ટેલિકમ્યુનિકેશન્સના સાધનો સામેલ છે. આ ઉપરાંત રવિવારે 13 ટીમોને એરલાઇટ કરવામાં આવી રહી છે અને 10 ટીમો તૈયાર રાખવામાં આવી છે.