હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ઓડિશાના દરિયાકાંઠે યાસ ચક્રવાત ટકરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હાલ ચક્રવાત યાસ નબળુ પડ્યું છે અને ઝારખંડ તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ચક્રવાતની અસરને કારણે ઓડિશામાં આગામી 24 કલાક સુધી ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.
ઉપરાંત, વિભાગે 27 મે સુધી ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.