- સાઈક્લોન 'યાસ' 26-27 મેના રોજ ભારતના પૂર્વ તટ પર પહોંચવાનું અનુમાન
- 72 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે
- સંભવિત ચક્રવાત અંગે યોજી બેઠક
ભુવનેશ્વર:પશ્ચિમ કાંઠે ગંભીર સાઈક્લોન તૌકતે આવ્યા પછી અન્ય એક સાઈક્લોન 'યાસ' 26-27 મેના રોજ ભારતના પૂર્વ તટ પર પહોંચવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે 22 મેના રોજ ઉત્તર અંદમાન સમુદ્ર અને પૂર્વ મધ્ય બંગાળ ઉપર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે, જે ત્યારબાદના 72 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.
આ પણ વાંચો: તૌકતે સામે ગીરના સિંહ અડીખમઃ તકેદારી સાથે જળપ્રવાહ પાર કરતો સિંહ પરિવાર, જૂઓ વીડિયો
26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે
હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે, તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે.