ગુજરાત

gujarat

IMD Update On Cyclone Tej: ચક્રવાત 'તેજ' અંગે હવામાન વિભાગની ચેતવણી, આજે વાવાઝોડાનું ગંભીર રૂપ ધારણ કરવાની શક્યતા

By ANI

Published : Oct 22, 2023, 1:03 PM IST

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ચક્રવાત 'તેજ' ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન 'તેજ' રવિવારે બપોર પહેલા ખૂબ જ તીવ્ર તોફાનમાં પરિણમી શકે છે. હજો કે ચક્રવાતી તોફાનની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. અહીં વાંચો સંપૂર્ણ સમાચાર

IMD Update On Cyclone Tej
IMD Update On Cyclone Tej

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત 'તેજ'ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે, અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન 'તેજ' રવિવારે બપોર પહેલા ખૂબ જ તીવ્ર તોફાનમાં પરિણમી શકે છે. હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જાહેર કરતાં જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરના રોજ રાત્રે 11:30 વાગ્યે તેજ લે લેટા દક્ષિણ પશ્ચિમ અરબ સાગરના લે લેટા પર કેન્દ્રીત થઈ જશે. જે વીએસસી સાઈક્લોનમાં એટલે કે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે.

હવામાન વિભાગની ચેતવણી: IMD એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી છે. જેમાં વાવાઝોડાની સ્થિતિ વિશે એવું જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાં ઉદભવેલું આ ચક્રવાત 25 ઓક્ટોબરના વહેલી સવારે અલ ગૈદા (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચે પસાર થવાની સંભાવના છે. IMDએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં તેજ ડિપ્રેશનમાં વિકસી જશે. તેથી તેના ઝડપી થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે ડબલ્યુએમએલ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત છે. તે પારાદીપ (ઓડિશા) થી લગભગ 620 કિમીના દક્ષિણે છે, દિઘા (પશ્ચિમ બંગાળ) થી 780 કિમી દક્ષિણમાં છે અને તેની સાથે જ તેની અસર બાંગ્લાદેશના પુપારાથી 900 કિમી SSW પર પણ જોઈ શકાય છે.

'તેજ'ને લઈને દરિયાકાંઠા પર એલર્ટ:ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડા બાદ ચક્રવાત 'તેજ'ને લઈને ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. રાજ્યમાં ચાર મહિના પહેલા જ બિપરજોય વાવાઝોડા ભારે તારાજી સર્જી હતી. બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવીના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને વિનાશ વેર્યો હતો ત્યારે હવે ફરી એકવાર દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. આ ઉપરાંત હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું છે. આ સિવાય હવામાન વિભાગે માછીમારોને આગામી 25 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

  1. Cyclone Tej: સંભવિત દરિયાઈ ચક્રવાતને પગલે વેરાવળ બંદર પર બે નંબરનું સિગ્નલ
  2. Gujarat Weather : ગુજરાત પર તેજ વાવાઝોડાને લઇને હવામાન વિભાગે આપી રાહતની ખબર

ABOUT THE AUTHOR

...view details