- કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં ચક્રવાતની ચેતવણી જારી કરવામાં આવી છે
- અરબી સમુદ્ર પર નીચા દબાણનો ક્ષેત્ર રચાઇ રહ્યો છે
- તિરુવનંતપુરમના 78 પરિવારોના 308 લોકોને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાંથી રાહત શિબિરોમાં ખસેડાયા છે
ન્યુ દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસના કાર્યકરોને ચક્રવાતને પગલે જરૂરિયાતમંદ લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવા અપીલ કરી છે. કોંગ્રેસના નેતાએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, "કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં ચક્રવાતની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃચક્રવાત નિસર્ગઃ જોખમી પરિસ્થિતિને પહોંચી વળવા કોસ્ટગાર્ડ સજ્જ
ચક્રવાત તૌકતેના પહેલાથી જ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે
ચક્રવાત તૌકતેના પહેલાથી જ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હું ઇચ્છું છું કે, કોંગ્રેસ કાર્યકરો શક્ય એવી તમામ મદદ કરે તેવી અપીલ કરી છે. જરૂરિયાતમંદ લોકોની સહાય કરો અને કૃપા કરીને સલામત રહો. "તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
16મે સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે
આઇએમડીના જણાવ્યા મુજબ, અરબી સમુદ્ર પર નીચા દબાણનો ક્ષેત્ર રચાઇ રહ્યો છે અને તે ધીરે-ધીરે 16મે સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. આ દબાણ આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. ચક્રવાતથી કેરળના કાંઠા, કર્ણાટક, લક્ષદ્વીપ, ગોવા અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અસર પડે તેવી સંભાવના છે.