ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેન્નાઈથી 90 કિમી દૂર વાવાઝોડું 'મિચોંગ', 120થી વધુ ટ્રેનો રદ, પાણી ભરાઈ જતાં એરપોર્ટ બંધ

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું ડિપ્રેશન હવે 'મિચોંગ' વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. આજે તે ઉત્તર તમિલનાડુના કિનારે પર ટકરાઈ શકે છે. ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.

વાવાઝોડું 'મિચોંગ'
વાવાઝોડું 'મિચોંગ'

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 12:20 PM IST

Updated : Dec 4, 2023, 3:59 PM IST

તમિલનાડુ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગઈકાલે વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. મિચોંગ નામનું વાવાઝોડું ચેન્નાઈથી 130 કિમીના અંતરે કેન્દ્રિત છે. વાવાઝોડું 'મિચોંગ' 19 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. પરિણામે ગઈકાલ સાંજથી ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચેન્નાઈ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર જિલ્લાઓને જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

ક્યાં ટકરાશે વાવાઝોડું:હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર આ તોફાન પુડ્ડુચેરીથી લગભગ 250 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, ચેન્નઈથી 230 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, નેલ્લોરથી 350 કિ.મી. દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. હવામાન વિભાગે એવી પણ જાહેરાત કરી છે કે આ ચક્રવાત 'મિચોંગ' 5 ડિસેમ્બરે નેલ્લોર અને મસુલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં 21 ટીમો તૈનાત કરી દીધી છે. તેની સાથે 8 વધારાની ટીમને રિઝર્વ રાખવામાં આવી છે. 4 ડિસેમ્બરે આ જિલ્લાઓમાં 35થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

શાળા-કોલેજો બંધ:ચેન્નાઈમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડયો છે અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાવાઝોડાની ચેતવણીને કારણે ચેન્નાઈ સહિત 6 જિલ્લામાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ચક્રવાત 'મિચોંગ' ને કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ જવાને કારણે તમામ ફ્લાઇટ સેવાઓ રદ કરવામાં આવી છે અને એરપોર્ટના પાછળના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ફ્લાઈટ ઓપરેટ થઈ શકતી નથી અને ફ્લાઈટ સેવાઓ રદ કરવામાં આવી છે. એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.

નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ: છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે જિલ્લાના પૂંડી, ચોલાવરમ, પુઝલ, કન્નન થરરાઈ કંડીગાઈના જળાશયોમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. આ કિસ્સામાં, જળ સંસાધન વિભાગના અધિકારીઓ છેલ્લા 24 કલાકથી તળાવો પર સતત નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે ડેમની સલામતીને ધ્યાનમાં રાખીને વધારાનું પાણી છોડવામાં આવશે કારણ કે પાણીનો પ્રવાહ વધી શકે છે. ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાની મુખ્ય નદીઓ જેમ કે કોટલાઈ નદી, અરણી નદી અને કૂવમ નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.

વાવાઝોડાને પગલે120થી વધુટ્રેનો રદ:વાવાઝોડાને કારણે120થી વધુટ્રેનો રદ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત "મિચોંગ" ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા અને ખાસ તો પશ્ચિમ રેલવેએ તકેદારી વધારી દીધી છે. ચક્રવાત "મિચોંગ" ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાના ભાગ રૂપે રેલવે વિભાગે કેટલીક ટ્રેનોને રદ્ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત 03 અને 4 ડિસેમ્બર 2023 ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. 4 અને 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં વિજયવાડા જનશતાબ્દી (ટ્રેન નંબર 12077 અને 12078), નિઝામુદ્દીન ચેન્નાઈ દુરંતો (ટ્રેન નંબર 12269 અને 12270), ગયા ચેન્નાઈ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12389 અને 12390) અને બરૌની - કોઈમ્બતુર નંબર 12077 અને 3333 સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આગાહી:દિલ્હી-એનસીઆરમાં રવિવારે રાત્રે વરસાદ બાદ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં સોમવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સાથે જ આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં ધુમ્મસ રહેશે. IMDએ પણ 5 થી 9 ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ શહેરોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. કાશ્મીરના પહેલગામ અને ગુલમર્ગ વિસ્તારમાં શૂન્ય ડિગ્રી પારો નોંધાયો હતો. રવિવારે મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

  1. સંસદનું શિયાળું સત્ર 2023: PM મોદીએ કહ્યું, સરકાર વિરોધી કોઈ લહેર નહીં, વિપક્ષ પાસે એક સુવર્ણ અવસર
  2. રાજસ્થાનના આગામી મુખ્ય પ્રધાનની યાદીમાં સામેલ છે બાબા બાલકનાથ, કોણ છે બાબા બાલકનાથ?
Last Updated : Dec 4, 2023, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details