ચેન્નાઈ: ચક્રવાત 'મંડુસ' આજે મધ્યરાત્રિએ અથવા શનિવારે વહેલી સવારે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં ત્રાટકી શકે છે. (cyclone mandous updates )ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં આ માહિતી આપી છે. ચક્રવાત 'મંડુસ'ના કારણે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે પવન અને વાવાઝોડાના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે. અહીંના 13 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નાઈમાં ભારે વરસાદ અને પવનને કારણે 3 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત 16 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. પરિસ્થિતિને જોતા ચેન્નાઈમાં NDRF તૈનાત કરવામાં આવી છે.
પવનની ઝડપ 105 કિમી પ્રતિ કલાક:હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં માંડુસ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે 9મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ અથવા શનિવાર 10મી ડિસેમ્બરની વહેલી સવારે પુડુચેરી અને શ્રીહરિકોટા વચ્ચે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. તે સમયે પવનની ઝડપ 65-75 કિમી પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. દરિયાકાંઠે ટકરાતા ચક્રવાત દરમિયાન પવનની ઝડપ 105 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.