નવી દિલ્હીઃબિપરજોય વાવાઝોડું ગુરુવારે તારીખ 15 જૂન રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌના દરિયાકિનારે ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદ વાવાઝોડાની ગતિ સતત ઘટી રહી છે. જખૌ અને માંડવી સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે તેવી માહિતી મળી રહી છે. બિપરજોય વાવાઝોડાની ગતિ 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની નજીક છે.
રાજસ્થાનમાં વરસાદ પડશે:હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાને કારણે આજે (શુક્રવારે) અને આવતીકાલે (શનિવારે) ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.
શાળાને તાળા ટ્રેન બંધઃ ચક્રવાત બિપરજોયની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને કારણે ટ્રેન સેવાઓને અસર થઈ છે, જેના કારણે ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થતી, ઉપડતી અથવા સમાપ્ત થતી લગભગ 99 ટ્રેનો રદ અથવા ટૂંકા ગાળાની રહેશે, એમ પશ્ચિમ રેલવેએ માહિતી આપી હતી. ગુજરાતમાં મોટા ભાગની શાળાઓ બંધ રાખવામાં આવી રહી છે. લોકોને હજું પણ ઘરની બહાર ના નિકળવા માટે કહેવામાં આવી રહ્યું છે.
રસ્તા થયા બંધ: IMD જે માહિતી આપી હતી તે અનુસાર સમગ્ર લેન્ડફોલ મધ્યરાત્રિ સુધીમાં સમાપ્ત થઈ ગયું હતું. પરંતુ વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. માંડવી શહેરમાં સંપૂર્ણ વીજળી નથી. માંડવીમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા."અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. પાણી ભરાવાના કારણે લોકો પોતાની જીવનજરૂરિયાત વાળી વસ્તુ લેવા પણ બહાર જઇ શકતા નથી.
- Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી
- Cyclone Biparjoy Landfall: ઉત્પતિથી લઈને અંત સુધી સૌરાષ્ટ્ર-ક્ચ્છના દરિયાકાંઠે તારાજી, હવે ઉત્તરપૂર્વ બાજું ફટાશે