લુધિયાણા: બેંગલુરુના એક ડૉક્ટરે તેના પિતાની ઇલાજ માટે પંજાબના લુધિયાણા ખાતેથી રસી મંગાવી હતી. તેના બદલામાં તેણે લાખો રૂપિયા ખર્ચ્યા, પરંતુ ડૉક્ટરને પાર્સલમાંથી રસી નહીં પણ ચપ્પલની જોડી મળી હતી.
બેંગલુરુના ડોકેટર ફસાયા રસીની માયાજાળમાં
વિગતવાર વાત કરીએ તો, બેંગલુરુના એક ડોક્ટરના પિતાને કાળી ફૂગ થઈ ગઈ હતી. ડોક્ટરે ફેસબુક પર જણાવ્યું હતું કે, તેના પિતાની સારવાર માટે 50 રસીની જરૂર છે. આ દરમિયાન ફેસબુક પર જ રોહન ચૌહાણ નામના યુવકે ડોક્ટરને રસી ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી હતી અને રસીના બદલામાં 3.65 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ડૉક્ટરે સંમતિ આપી અને દસ હજાર રૂપિયા એડવાન્સ રોહનના ખાતામાં જમા કરાવી દીધા હતા.
ડોક્ટરની ઉતાવળ પડી બારે
આ પછી, જ્યારે રોહને પાર્સલની એક તસવીર લીધી અને તેને ડૉક્ટરને મોકલી અને તેના ડિસ્પેચ વિશે જાણકારી આપી હતી, ત્યારે તેણે ઉતાવળ દાખવી બાકીની રકમ રોહનના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી, જ્યારે પાર્સલ ડૉક્ટર પાસે પહોંચ્યું તો તેમાં રસી નહીં, પરંતુ ચપ્પલની જોડી બહાર આવી. ત્યારબાદ ડોક્ટરે રોહનનો સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહીં. હવે સાત મહિના બાદ તબીબે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ ડોક્ટરના પિતાનું પણ યોગ્ય સમયે રસી ન મળવાના કારણે મોત નીપજ્યું છે.