- કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક હાઇકમાન્ડ ઓફિસ ખાતે યોજાઈ
- બેઠકમાં પક્ષના અધ્યક્ષની ચૂંટણીને લઈને થઈ શકે છે ચર્ચા
- આગામી વિધાનસભા ચૂંટણીઓ અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર થશે ચર્ચા
નવી દિલ્હી :કોંગ્રેસની 'G23' જૂથના નેતાઓ પક્ષમાં વાતચીતની માંગણી અને તાજેતરમાં જ પક્ષ છોડી દેનારા અનેક નેતાઓની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક આજે શનિવારે યોજાઇ હતી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ(Assembly elections) અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણી અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી આ બેઠકનું અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીના નારાજ નેતાઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો છે.
સંગઠનની ચૂંટણીઓની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ
કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નારાજ નેતાઓના સમૂહ G-23 ને જવાબ આપ્યો છે. પોતાના પ્રારંભિક સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના પૂર્ણકાલીન અધ્યક્ષ છે. 'જો તમે મને આવું કહેવાની પરવાનગી આપો છો, તો હું કહું છું કે હું કોંગ્રેસની આજીવન પ્રમુખ છું, મીડિયા દ્વારા મારે વાત કરવાની જરૂર નથી.' સોનિયાએ કહ્યું કે અમે ક્યારેય જાહેર મહત્વના મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો નથી. પાર્ટીમાં સંગઠનની ચૂંટણીઓ અંગે સોનિયાએ કહ્યું કે, સંગઠનની ચૂંટણીઓની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તમારી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેમને સમજાતું નથી કે કોંગ્રેસના નિર્ણયો કોણ લે છે. પાર્ટી અધ્યક્ષની ચૂંટણી અંગેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા નવેમ્બરથી શરૂ થશે અને આગામી વર્ષે સપ્ટેમ્બરમાં ચૂંટણીમાં યોજાશે.
ભાજપ સરકાર પર સોનિયા ગાંધીના પ્રહારો
આ ઉપરાંત, સોનિયાએ CWC ની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, તાજેતરમાં લખીમપુર ખેરી (LAKHIMPUR KHERI VIOLENCE) ની ચોંકાવનારી ઘટનાઓ ભાજપની માનસિકતાને જાહેર કરે છે કે તે ખેડૂતોના આંદોલનને કેવી રીતે જુએ છે, આ સાથે જ તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સૌથી મોટી ચિંતા છે. આર્થિક સુધારા માટે સરકાર પાસે એકમાત્ર જવાબ રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનો છે.
વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા