ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે બોલાવી CWCની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા - CWCની મહત્વની બેઠક

કોંગ્રેસે રવિવારે CWC ની મહત્વપૂર્ણ બેઠક (CWC meet tomorrow) બોલાવી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result 2022) સંપૂર્ણપણે કોંગ્રેસની વિરુદ્ધમાં આવ્યા છે. પંજાબમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવવામાં (Congress Working Committee meeting) આવી હતી.

કોંગ્રેસે બોલાવી CWCની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
કોંગ્રેસે બોલાવી CWCની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

By

Published : Mar 12, 2022, 6:14 PM IST

નવી દિલ્હી:પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો (PARTYS DEBACLE IN FIVE STATES) અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસે રવિવારે CWC ની મહત્વપૂર્ણ બેઠક (CWC meet tomorrow) બોલાવી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રવિવારે સાંજે 4 વાગ્યે દિલ્હીમાં પાર્ટી ઓફિસમાં (Congress Working Committee meeting) યોજાશે. એવી અટકળો ચાલી રહી છે કે, કોંગ્રેસના બળવાખોર નેતા (CWC meet will also be attended by G 23 leaders), જેમણે બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, તેઓ સંગઠનાત્મક પરિવર્તનની તેમની માંગને પુનરાવર્તિત કરી શકે છે. આ સાથે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલો ઉભા થઈ શકે છે.

આ પણ વાંચો:UP Election Results 2022: યુપીમાં સપાના વોટ શેરમાં ઉછાળો, બસપાના મતદારો ઘટ્યા

પાર્ટી પાસે ચૂંટણીમાં મત માંગવા માટે કોઈ 'ચહેરો' નથી: G-23 જૂથના કેટલાક નેતાઓએ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ બાદ શુક્રવારે સાંજે પક્ષની હાર પર વિચાર વિચારણા કરવા માટે ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને બેઠક યોજી હતી. તેમાં કપિલ સિબ્બલ, અખિલેશ સિંહ, મનીષ તિવારી અને અન્ય કેટલાક નેતાઓ સામેલ હતા. જો કે, આ 'અસંતુષ્ટો' સિવાય, અન્ય પાર્ટીના નેતાઓએ પણ કોંગ્રેસ નેતૃત્વ અને તેની કામગીરી પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ મુદ્દે ઑફ-રેકોર્ડ વાત કરતા કોંગ્રેસના ઘણા નેતાઓએ કહ્યું છે કે પાર્ટી પાસે ચૂંટણીમાં મત માંગવા માટે કોઈ 'ચહેરો' નથી.

કેન્દ્રીય નેતૃત્વએ સિદ્ધુ સામે સમયસર પગલાં લીધાં નથી:પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ETV ભારત સાથે વાત કરતા કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પક્ષમાં લડાઈ અને એકતાના અભાવનું પરિણામ છે, કે કોંગ્રેસને એવા રાજ્યમાં મોટી હારનો સામનો કરવો પડ્યો જ્યાં તેની મજબૂત પકડ હતી. નેતાએ એમ પણ કહ્યું કે, તે કોંગ્રેસ નેતૃત્વની ભૂલ હતી, જે પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુને યોગ્ય સમયે "નિયંત્રણ" કરવામાં નિષ્ફળ રહી હતી. આ ખૂબ જ નિરાશાજનક સ્થિતિ છે. પંજાબમાં શિસ્તનો સંપૂર્ણ અભાવ હતો. કેન્દ્રીય નેતૃત્વએ સિદ્ધુ સામે સમયસર પગલાં લીધાં નથી.

ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર વોટ મળ્યા:કોંગ્રેસના અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, "ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર વોટ મળ્યા છે, AAPને અરવિંદ કેજરીવાલના ચહેરા પર લોકોનું સમર્થન મળ્યું, પરંતુ કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નહોતો." રસપ્રદ વાત એ છે કે, પંજાબમાં કોંગ્રેસની કારમી હાર બાદ પણ પાર્ટીના રાજ્ય એકમમાં આંતરિક કલહ ચાલુ છે. ચૂંટણી પરિણામો પછી મીડિયા સાથેની તેમની પ્રથમ વાતચીતમાં સિદ્ધુએ કહ્યું કે, "હું પંજાબના લોકોને નવી સિસ્ટમ લાવવાના આ ઉત્તમ નિર્ણય માટે અભિનંદન આપું છું."

આ પણ વાંચો:Assembly Election Result 2022: ઉત્તરાખંડમાં શરમજનક હાર વચ્ચે કોંગ્રેસ માટે આશાનું કિરણ!

કોંગ્રેસ હવે છત્તીસગઢ અને રાજસ્થાન સુધી સીમિત: પંજાબમાં કોંગ્રેસ 8 વર્ષ જૂની AAP સામે ચૂંટણી જંગ હારી ગઈ છે, જ્યારે ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ તે ભાજપને સખત ટક્કર આપવામાં નિષ્ફળ રહી છે. પાર્ટી માટે વધુ ચિંતાજનક બાબત એ છે કે તે હવે માત્ર બે રાજ્યો એટલે કે છત્તીસગઢ અને રાજસ્થાન સુધી સીમિત છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details