નવી દિલ્હી: ઉત્તર ભારતના ત્રણ મુખ્ય રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રચંડ જીત હાંસલ કરનાર ભાજપ અને ભગવા પાર્ટીના વોટબેંકના આધારભૂત સુત્રોનો સામનો કરવા માટે કોંગ્રેસે એક વિસ્તૃત યોજના ઘડવા જઈ રહી છે. જેના માટે કોંગ્રેસે 21 ડિસેમ્બરે કાર્યકારી સમિતિની બેઠક બોલાવી છે. ભાજપ સામે કારમી હારનો સામનો કરનાર કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેના ચૂંટણી પ્રચાર માટે એક વિગતવાર યોજના બનાવવાનું વિચારી રહી છે.
પક્ષના ટોચના નેતાઓ રહેશે હાજર: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં યોજાનારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓ સહિત પક્ષના ટોચના નેતાઓ મુખ્યત્વે બેઠકોની વહેંચણી અને પ્રચાર અભિયાનની રણનીતિ પર વિચાર કરશે.
19 ડિસેમ્બરે કોંગ્રેસની બેઠક: આ બેઠક 19 ડિસેમ્બરે ઈન્ડિયા બ્લોકની બેઠકના બે દિવસ બાદ યોજાશે. આ બેઠકમાં એક યાત્રાની સંભાવના પર પણ ચર્ચા થવાની શક્યતા છે, જે રાહુલ ગાંધી 2024ની ચૂંટણી પહેલાં બેરોજગારી અને મોંઘવારી જેવા મુખ્ય મુદ્દાઓના રૂપમાં કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટી પદયાત્રા સહિત હાઈબ્રિડ મોડમાં પૂર્વથી પશ્ચિમ યાત્રા પર વિચાર કરી રહી છે અને જલ્દી જ અંતિમ નિર્ણય લેવાની આશા છે.
મુખ્ય એજેન્ડા પર ફૉકસ: કોંગ્રેસ વર્કિંગ કમેટીની બેઠક પહેલા 19 ડિસેમ્બર બપોરે 3 વાગ્યે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાશે. મુખ્ય સકારાત્મક એજેન્ડા વિકસિત કરવો, બેઠકોની વહેંચણી અને સંયુક્ત રેલીઓનું આયોજન એ વિપક્ષી ભારત જૂથ સમક્ષ મુખ્ય પડકારો પૈકી એક છે જે તેની આગામી બેઠકમાં લેવામાં આવશે.કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પક્ષો આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબમાં " હું નહીં, અમે) એકતા થીમ સાથે આગળ વધવા માગે છે.
કોંગ્રેસની હાર પર થશે વિચાર-વિમર્સ: કાર્યકારિણીની બેઠકમાં તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામોનું પણ વિશ્લેષણ કરવામાં આવશે, જેમાં હિન્દી ભાષી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન હારી ગઈ હતી જ્યારે તેલંગાણામાં જીત હાંસલ કરી અને સરકાર બનાવી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી મિઝોરમમાં પણ ચૂંટણી હારી છે. તે હારના કારણો અને 2024ની ચૂંટણી માટે આગળની રણનીતિ પર ચર્ચા કરાશે.
- રાજસ્થાનમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય, પેપર લીક-સંગઠિત ગુના અંગે SIT અને ટાસ્ક ફોર્સની રચના
- ચૂંટણીમાં હાર બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં મોટો ફેરફાર, જીતુ પટવારી બન્યા નવા PCC ચીફ, ઉમંગ સિંઘર વિપક્ષના નેતા