ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું સેક્સ વર્કરનો ગ્રાહક હોવું એ ગુન્હો છે ?, આ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, વેશ્યાલય પર ગ્રાહક (CUSTOMER OF SEX WORKERS) તરીકે ગયેલો વ્યક્તિ કોઈ ગુનાહિત કાર્યવાહી માટે જવાબદાર નથી. આથી, ગ્રાહક સામે કરવામાં આવેલા આક્ષેપોને કોર્ટે ફગાવી દીધા હતા.

શું સેક્સ વર્કરનો ગ્રાહક હોવું એ ગુન્હો છે
શું સેક્સ વર્કરનો ગ્રાહક હોવું એ ગુન્હો છે

By

Published : May 3, 2022, 12:42 PM IST

Updated : May 3, 2022, 1:11 PM IST

આંધ્ર પ્રદેશ : વેશ્યાલયના એક ગ્રાહકની (CUSTOMER OF SEX WORKERS) પોલીસ દ્વારા રેડ (Police Raid Sex Workers) સમયે ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ તેમણે ધરપકડના વિરુદ્ધમાં હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ બાબતે જણાવ્યું હતું કે, માત્ર ગ્રાહક થઈને જવું એ ગુન્હો બનતો નથી, આથી અરજદાર સામેના આક્ષેપોને રદ કર્યા હતા.

CrPC ની કલમ હેઠળ ફોજદારી અરજી :હાઈકોર્ટમાં એક અરજદારે CrPC ની કલમ 482 હેઠળ ફોજદારી અરજી દાખલ કરીને તેમની સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માંગ કરી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે, પ્રાપ્ત માહિતીના આધારે પોલીસે અરજદાર સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ વાંચો :પ્રજનન દરમાં ઘટાડાની અસરઃ ભારતમાં વધશે વૃદ્ધોની સંખ્યા, દેશની વસ્તી પણ ઘટશે

દરોડા સમયે વ્યક્તિની ધરપકડ : પોલીસનો (POlice Raid Sex Workers) અરજદાર સામેનો આરોપ છે કે, જ્યારે પોલીસે વેશ્યાલય પર દરોડો પાડ્યો ત્યારે તેમને અરજદાર ત્યાં ગ્રાહક તરીકે જોવા મળ્યો હતો. અરજદારે રજૂઆત કરી હતી કે, વેશ્યાવૃત્તિનો અસીલ કોઈપણ ગુના માટેની કાર્યવાહી માટે જવાબદાર નથી અને તેથી રજૂઆત કરી હતી કે, અરજદાર સામેની કાર્યવાહી કેસના તથ્યો અને સંજોગોમાં ચાલુ રાખવા માટે કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ થશે, તેથી તેની સામેની કાર્યવાહી રદ થવી જોઈએ.

વ્યક્તિએ પૈસા ચૂકવ્યા હોવાથી કાર્યવાહી નહીં : અરજદારના વકીલે દલીલ કરી હતી કે, પોલીસે 10 ઓક્ટોબર 2020 ના રોજ કેસ નોંધીને તપાસ કરી હતી અને સંબંધિત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે વેશ્યાલય પર રેડ પાડવામાં આવી ત્યારે અરજદાર ત્યા ગ્રાહક બનીને ગયો હતો. વેશ્યાવૃત્તિ ગૃહના સંચાલકો જેઓ વેશ્યાવૃત્તિ માટે મકાન આપે છે તેમની સામે કાર્યવાહી કરી શકે છે, પરંતુ કાયદાકીય જોગવાઈઓ કહે છે કે જે વ્યક્તિએ પૈસા ચૂકવ્યા છે અને તેની સામે કાર્યવાહી કરવી શક્ય નથી.

આ પણ વાંચો :ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 17 લાખથી વધુ લોકોને થયો HIV

કોર્ટે નોંધાયેલા કેસને ફગાવી દીધો :આ જ કોર્ટે અગાઉ વેશ્યાલયમાં ગયેલા ગ્રાહક સામે નોંધાયેલા કેસને ફગાવી દીધો હતો. પીપીની વધારાની દલીલો સાંભળવામાં આવી હતી અને કહ્યું હતું કે, અરજદાર માત્ર એક ગ્રાહક છે. આ મામલે હાઈકોર્ટે અગાઉ ચુકાદો આપ્યો હતો. આ તમામ બાબતોને ધ્યાને લઇ યોગ્ય આદેશો માંગવામાં આવ્યા હતા. આ સાથે જજે અરજદાર સામેનો કેસ ફગાવી દીધો હતો.

Last Updated : May 3, 2022, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details