ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JK CRPF vehicle overturns: જમ્મુ-કાશ્મીરમાં CRPFનું વાહન પલટી જતાં આઠ જવાનો ઈજાગ્રસ્ત - JK CRPF vehicle overturns

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં અર્ધલશ્કરી દળોનું એક વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં 8 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 11:38 AM IST

બડગામ:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના વાહનને અકસ્માત નડતાં આઠ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોની હાલત ખતરાની બહાર છે. ઘટનાના કારણો જાણી શકાયા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વાહન પલટી જતાં અકસ્માત: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના રાખી અરિઝલ વિસ્તારમાં એક વાહન રસ્તા પર પલટી જતાં ઓછામાં ઓછા આઠ CRPF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CRPFના વાહનને રાખી અરિઝલ પાસે અકસ્માત નડ્યો હતો. આ વાહનમાં મુસાફરી કરી રહેલા સીઆરપીએફના આઠ જવાન ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર છે. દરમિયાન વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અગાઉ પણ અકસ્માતની ઘટના:ગયા વર્ષે ઓગસ્ટમાં અનંતનાગ જિલ્લાના પહેલગામમાં સુરક્ષાદળોના વાહનને અકસ્માત નડ્યો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ITBPના સાત જવાનોના કરૂણ મોત થયા હતા જ્યારે ઘણા જવાનો ઘાયલ થયા હતા. ઘાયલોને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આઈટીબીપીના જવાનોને લઈને જતી બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાના કારણે બસ ઉંડી ખાઈમાં પડી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 સૈનિકો ITBPના હતા જ્યારે 2 જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. રા

  1. Pakistan News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરી કાફલા પર આત્મઘાતી હુમલામાં 9 સૈનિકો માર્યા ગયા
  2. ISKCON Accident: ઇસ્કોન બ્રિજ પર ફરી હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ABOUT THE AUTHOR

...view details