જમ્મુ-કાશ્મીર:જમ્મુ-કાશ્મીરના રામબનના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનના ગુમ થવાના સમાચાર (CRPF soldier goes missing) સામે આવ્યા છે. આ જવાન ઉત્તરાખંડમાં પોસ્ટેડ હતો અને હરિયાણાના ખારવાનમાં પોતાના ઘરે જવા રજા પર ગયો હતો. હવે તેના ગુમ થવાના સમાચાર આવ્યા છે. જવાનનો મોબાઈલ પર પણ સંપર્ક થઈ શકતો નથી. ગુમ થયેલા જવાનનું નામ વસીમ અફઝલ (33) છે.
વેકેશન પર ઘરે જઈ રહેલો CRPF જવાન પઠાણકોટથી થયો ગુમ
ગુમ થયેલા જવાન વસીમના પરિવારે સ્થાનિક પોલીસને (CRPF soldier goes missing) જાણ કરી છે. અહીં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પરિવારના સભ્યો પણ તેના મોબાઈલ પર ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેનો સંપર્ક થઈ શકતો નથી.
પઠાણકોટથી થયો ગુમ:ગુમ થયેલ જવાન વસીમના પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરી છે. અહીં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પરિવારના સભ્યો પણ તેના મોબાઈલ પર ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેનો સંપર્ક થઈ શકતો નથી. તેઓએ તેના મિત્રોનો પણ સંપર્ક કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. પરિવારજનોના જણાવ્યા અનુસાર વસીમ પઠાણકોટથી ગુમ (CRPF jawan goes missing from Pathankot) થયો છે. વસીમના ભાઈ મુદસ્સર અહેમદે કહ્યું, "મારો ભાઈ ઉત્તરાખંડથી વિમાનમાં દિલ્હી આવ્યો હતો અને બાદમાં બસ દ્વારા ઘરે જવા રવાના થયો હતો. તે પઠાણકોટ પહોંચ્યો ત્યારથી અમારો સંપર્ક તૂટી ગયો હતો." દરમિયાન, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને તેઓ ગુમ થયેલા જવાનના મોબાઈલ ફોન નંબર દ્વારા છેલ્લું લોકેશન ટ્રેસ કરી રહ્યા છે.