ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામામાં CRPF જવાને ખુદની રાઇફલથી ગોળી મારીને કરી આત્મહત્યા, 5 પેજની લખી સુસાઇડ નોટ

પારિવારિક વિખવાદથી પરેશાન ભરતપુર (Bharatpur)ના એક CRPF જવાને પુલવામા (Pulwama)માં રાઈફલ વડે ગોળી મારીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. જવાન ભૂપેન્દ્ર સિંહનો મૃતદેહ આજે મોડી સાંજ સુધી ગામમાં પહોંચશે તેવી શક્યતા છે.

પુલવામામાં CRPF જવાને ખુદની રાઇફલથી ગોળી મારીને કરી આત્મહત્યા
પુલવામામાં CRPF જવાને ખુદની રાઇફલથી ગોળી મારીને કરી આત્મહત્યા

By

Published : Nov 8, 2021, 4:24 PM IST

  • પારિવારિક વિખવાદના કારણે જવાને કરી આત્મહત્યા
  • સુસાઇડ કરતા પહેલા પોલીસને કર્યો ફોન, 5 પેજની લખી સુસાઇડ નોટ
  • 21 નવેમ્બરથી રજા લઇને પોતાના ઘરે જવાના હતા

ભરતપુર: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ભુસાવર (Bhusawar) ક્ષેત્રના ગામ પથૈનાના CRPFના એક જવાને જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના પુલવામામાં ડ્યુટી દરમિયાન ખુદની રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા (CRPF Jawan Commits Suicide) કરી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે, જવાન પારિવારિક વિખવાદથી પરેશાન હતા. જવાને 5 પેજની એક સુસાઇડ નોટ પણ લખી છે.

રાત્રે સસરા સાથે ફોન પર વાત થઈ હતી

જવાનનું પાર્થિવ શરીર આજે મોડી સાંજ સુધી ગામ પહોંચવાની શક્યતા છે. જાણકારી પ્રમાણે CRPF જવાન ભુપેન્દ્ર સિંહ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં લેથાપોરામાં તૈનાત હતા. રવિવારના દિવસમાં ડ્યુટી કર્યા બાદ સાંજે ગાર્ડરૂમમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે, રાત્રે તેમની પોતાના સસરા સાથે ફોન પર વાત થઈ હતી.

સ્થાનિક પોલીસને આત્મહત્યાની સૂચના આપી હતી

જાણકારી પ્રમાણે મધ્ય રાત્રીના CRPF જવાન ભુપેન્દ્ર સિંહે સ્થાનિક પોલીસને ફોન કરીને આત્મહત્યા કરવાની સૂચના આપી. ત્યારબાદ તરત સ્થાનિક પોલીસે CRPF કંટ્રોલને જાણકારી આપી, પરંતુ જ્યાં સુધી CRPFના અધિકારી તેમજ અન્ય જવાન ગાર્ડ રૂમ સુધી પહોંચે ત્યાં સુધી ભુપેન્દ્ર સિંહે ખુદની રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

21 નવેમ્બરથી રજા લઇને ઘરે આવવા હતા

કહેવામાં આવી રહ્યું છે કે, ભુપેન્દ્ર સિંહ પારિવારિક વિખવાદથી પરેશાન હતા. ભુપેન્દ્ર સિંહે 5 પેજની સુસાઇડ નોટ પણ લખી છે. તેઓ 21 નવેમ્બરથી રજા લઇને ગામ આવવાના હતા. જવાનના પરિવારમાં પત્ની ઉપરાંત 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. જવાન ભુપેન્દ્ર સિંહનું પાર્થિવ શરીર આજે સાંજ સુધી ગામ પહોંચવાની સંભાવના છે.

આ પણ વાંચો: વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના, જાણો શું છે આ યોજના

આ પણ વાંચો:મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ડબલડેકર બસ ટ્રક સાથે અથડાઈ, 40 ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details