ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Crisis in Assam Tea Industry : એવું શું છે જેનાથી આસામના ચાના બગીચા ધડાધડ વેચાઇ રહ્યાં છે? - આસામના ચાના બગીચા

દેશના દર ચાર રસ્તે ચાના સ્ટોલ્સ જોવા મળતાં હોય એવી ભારે ડીમાન્ડ છે. વિદેશમાં પણ આસામની ચાના કમ શોખીનો નથી. આ વાસ્તવિકતા છતાં એવું કયું કારણ હોઇ શકે કે છેલ્લાં પાંચ વર્ષમાં આસામમાં 68 ચાના બગીચા વેચાઇ ચૂક્યાં છે. આસામ ટી એમ્પ્લોઈઝ એસોસિએશનની શંકા આ સંદર્ભે મહત્ત્વની બની રહી છે.

Crisis in Assam Tea Industry : એવું શું છે જેનાથી આસામના ચાના બગીચા ધડાધડ વેચાઇ રહ્યાં છે?
Crisis in Assam Tea Industry : એવું શું છે જેનાથી આસામના ચાના બગીચા ધડાધડ વેચાઇ રહ્યાં છે?

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 8:39 PM IST

ગુવાહાટી : આસામનો ચા ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આસામ ભારતના કુલ ચા ઉત્પાદનના 52 ટકા ઉત્પાદન કરે છે. પરંતુ તાજેતરમાં આસામમાં 200 વર્ષ જૂનો ચા ઉદ્યોગ વિવિધ કારણોસર સંકટનો સામનો કરી રહ્યો છે. આસામના ચા ઉદ્યોગનું ભવિષ્ય હવે અસુરક્ષિત છે.

ચા ઉદ્યોગ ભયંકર સંકટમાં : નોંધનીય છે કે 2017 થી 2022 સુધીમાં આસામના 68 ચાના બગીચાઓ આ ચાના બગીચા ધરાવતા મૂડીવાદી જૂથ દ્વારા વેચવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય વેપાર અને વાણિજ્યમાં મૂડી રોકાણ કરીને દેશના મૂડીવાદી જૂથે આસામના ચા ઉદ્યોગને ભયંકર સંકટમાં તાણી લાવ્યો છે. જે આસામના ચા ઉદ્યોગ માટે સારા સંકેત નથી.

બગીચા ગીરો મૂકાતા સંકટ : ચા ઉદ્યોગ જેણે આસામની પ્રતિષ્ઠામાં વધારો કરવા સહિત ખાસ કરીને રાજ્યના અર્થતંત્રનો પાયો નાખ્યો છે તે હવે ભયંકર સંકટનો સામનો કરી રહ્યો છે. આસામ ટી એમ્પ્લોઇઝ એસોસિએશને પણ આ વાતની પુષ્ટિ કરી છે. ફરિયાદ મુજબ, અન્ય વ્યવસાયોમાં રોકાણ કરવા માટે બગીચાને ગીરો મૂકીને બેંક લોન લેનારા મૂડીવાદીઓના એક વર્ગે હવે રાજ્યના ચા ઉદ્યોગમાં આ ભયંકર સંકટમાં લાવી દીધું છે. ચા કંપનીઓના એક વર્ગે બગીચા વેચવા જેવો સખત નિર્ણય લીધો છે કારણ કે તેઓ તે સમયે બેંક લોન પરત ચૂકવી શક્યા ન હતા.

બેંક લોન ચૂકવવા બગીચા વેચ્યાં :મૂડીવાદીઓનો એક વર્ગ જેણે રાજ્યના ચા ઉદ્યોગ તરફથી મોં ફેરવી લીધું છે અને અન્ય વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેઓ નિયમિતપણે એક પછી એક ચાના બગીચા વેચી રહ્યા છે. મેકલિઓડ રસેલ ઈન્ડિયા ટી કંપનીએ આસામમાં 15 ચાના બગીચા વેચ્યા છે જે બેંક લોન ચૂકવવા માટે રૂ. 700 કરોડમાં વેચી દીધા છે. જે પછી તાલપ, તિનસુકિયાથી કાર્યરત અપીજય ટી ગ્રુપે આસામમાં 16 ચાના બગીચા વેચ્યા છે. આ 15 ટી એસ્ટેટમાંથી છ તિનસુકિયા જિલ્લાના છે.

કામદારોના જીવનમાં ભારે ઉથલપાથલ મચાવશે

આસામ ટી એમ્પ્લોઈઝ એસોસિએશનની શંકા :ચિંતાનો વિષય એ છે કે મૂડીવાદી જૂથોએ ચાના બગીચા વેચવા જેવા કડક નિર્ણયો લઇ રહ્યાં છે તેે ચાના બગીચાઓમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓના જીવનમાં ભારે ઉથલપાથલ મચાવશે. શું કંપનીઓ ખરેખર ચાના ઉત્પાદનમાં ખોટ સહન કરી રહી છે અથવા તેઓને કોઈ અન્ય કારણોસર બગીચા વેચવાની ફરજ પડી છે? આસામ ટી એમ્પ્લોઈઝ એસોસિએશનને શંકા છે કે ચાના બગીચાની જમીનની કિંમત ઘટાડવા અને બગીચાની 10 ટકા જમીનનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાના આસામ સરકારના નિર્ણય પાછળ કોઈ રહસ્ય હોઈ શકે છે.

ચા ઉદ્યોગ બસો વર્ષ વટાવી ગયો : એવી આશંકા છે કે સરકારના આવા નિર્ણયથી આસામના ચા ઉદ્યોગને વધુ નુકસાન થશે. દરમિયાન આસામની ચાની નિકાસ ચિંતાજનક રીતે ઘટી છે. એવા સમયે જ્યારે આસામનો ચા ઉદ્યોગ બસો વર્ષ વટાવી ગયો છે ત્યારે રાજ્યમાં ચાની લોકપ્રિયતા વિદેશના બજારમાં સતત ઘટી રહી છે. સરકારી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2018 - 19માં આસામ દ્વારા 15,570 હજાર કિલોગ્રામ ચાની નિકાસ કરવામાં આવી હતી. તેનાથી વિપરીત નાણાકીય વર્ષ 2022-23માં આસામ દ્વારા 12,750 હજાર કિલોગ્રામ ચાની નિકાસ કરવામાં આવી હતી. વિગતવાર માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2019-20માં આસામ માત્ર 10,461 હજાર કિલો ચાની નિકાસ થઇ છે. નાણાકીય વર્ષ 2020-21માં 8710 હજાર કિલો અને નાણાકીય વર્ષ 2021-22માં 8307 હજાર કિલો ચાની નિકાસ કરીને નાણાકીય વર્ષ 2018-19માં 15,570 હજાર કિલો ચાની નિકાસ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

આસામની ચા

ચાની નિકાસમાં ઘટાડાને લઈને અનેક સવાલો : બીજી તરફ બ્રિટને આસામમાંથી સૌથી વધુ ચાની ખરીદી કરી છે. નાણાકીય વર્ષ 2018-19માં તેણે આસામમાંથી 5,426 હજાર કિલો ચાની ખરીદી કરી હતી. પરંતુ ગત નાણાકીય વર્ષમાં દેશ દ્વારા 4,690 હજાર કિલો ચાની ખરીદી કરવામાં આવી હતી. નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં આસામની ચાની એક અલગ ઓળખ છે. આસામની ચાને વિશ્વના લોકોએ હંમેશા વિશેષ દરજ્જો આપ્યો છે. આમ છતાં આસામની ચાની નિકાસમાં અભૂતપૂર્વ ઘટાડાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

  1. International Tea Day 2022: 'ચા' કે લિએ કુછ ભી કરેગા, આવો છે સુરતીલાલાઓનો અંદાજ
  2. પશ્ચિમ બંગાળની ચાએ લગાવી ઓર્ગેનિક છલાંગ
  3. રંગ પે ના ગુમાન કરો... લોગ યહા દૂધ સે જ્યાદા ‘ચાય’ કે દિવાને હૈ, 15 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ‘ચા’ દિવસ

ABOUT THE AUTHOR

...view details