કાનપુરઃલગ્ન એક એવું પવિત્ર બંધન છે, જે આજીવન એક સ્ત્રી અને પુરૂષને ઝકડી રાખે છે. પરંતુ આજના સમયમાં લોકો નજીવી બાબતમાં લગ્ન બંધન તોડતા અચકાતા નથી, આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો ઉત્તરપ્રદેશના કાનપુરથી, જ્યાં એક પતિએ એટલા માટે તેની પત્નીને તલાક આપી દીધા જેનું કારણ જાણીને આપને આશ્ચર્ય થશે. પતિએ તેની પત્નીને એટલા માટે તલાક આપ્યા કારણ કે, તેની પત્નીએ આઈબ્રો કરાવ્યો હતો.
દહેજ માટે સાસરિયાં આપતા હતા ત્રાસઃ બાદશાહીનાકા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલી બજારની રહેવાસી ગુલસબાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણીના નિકાહ (લગ્ન) 17 જાન્યુઆરી 2022ના રોજ પ્રયાગરાજના કોહના ફૂલપુરના રહેવાસી મોહમ્મદ ઈસ્લામના પુત્ર મોહમ્મદ સલીમ સાથે મુસ્લિમ ધર્મના રીતિ-રિવાજ અનુસાર થયા હતા. ગુલસાબોના માતા-પિતાએ પોતાની ક્ષમતા કરતાં વધુ દહેજ પણ આપ્યું હતું. મહેમાનોની આવભગત માટે પણ ઘણો ખર્ચો કર્યો હતો. આમ છતાં સાસરિયાં ખુશ ન હતા. તેઓ દહેજ તરીકે કારની માંગણી કરતા હતા. લગ્નના ત્રણ મહિના પછી જ્યારે પતિ સાઉદી અરેબિયામાં નોકરી કરવા ગયો, ત્યારે સાસરિયાઓએ તેને ખાવા-પીવાથી લઈને કપડાં પહેરવા-ઓઢવા જેવી દરેક બાબત માટે હેરાન કરવાનું શરૂ કર્યું. આમ છતાં તે ચૂપ રહી. તેણીને આશા હતી કે, જ્યારે તેનો પતિ વિદેશથી આવશે ત્યારે બધું સારું થઈ જશે. આરોપ છે કે, સાસરિયાં ગુલસબાસોના પતિ અને પોતાના પુત્ર એવા મોહમ્મદ સલીમને રોજ ફોન પર ઉશ્કેરતા હતા.