કાનપુર : હવે થોડા દિવસો બાદ ભાઈ-બહેનનો શુભ તહેવાર રક્ષાબંધન આવવાનો છે. ભાઈ-બહેનના શુભ તહેવાર પહેલા કલ્યાણપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાઈ-બહેનના સંબંધને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. એક ભાઈએ પોતાની જ બહેનને હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતીએ આ વાતની માહિતી તેની માતાને પણ આપી હતી, પરંતુ યુવતીની માતાએ પણ આ અંગે વધુ ધ્યાન આપ્યું નહોતું.
નરાધમ ભાઈ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતી રહે છે. આ યુવતીએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, તેનો ભાઈ તેને ખૂબ મારતો હતો. તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધે છે. પીડિતાનું કહેવું છે કે, તેણે તેની માતાને આ અંગે ઘણી વખત કહ્યું છે. પરંતુ તેણે પણ સાંભળ્યું નહીં અને તેની સાથે મારપીટ કરી હતી. આ અંગે યુવતી કોઈને કંઈ કહે નહી તે માટે માતા તેને સતત ધમકાવતી હતી.
ભાઈએ પોતાની બહેન પર બળાત્કાર કર્યાનો મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને આરોપી ભાઈની ધરપકડ કરી છે. આ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.-- ધનંજય પાંડે (કલ્યાણપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ)
માતા પણ ધમકાવતી : આરોપી ભાઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે, જો યુવતી કોઈને ફરિયાદ કરશે અથવા ઘરેથી ભાગવાનો પ્રયાસ કરશે તો તે તેને જાનથી મારી નાખશે. તેના ભાઈના આ કૃત્યથી કંટાળીને પીડિતાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ભાઈની ધરપકડ કરી છે.
પોલીસ કાર્યવાહી : નરાધમ ભાઈના કૃત્યથી કંટાળીને પીડિતાએ શનિવારે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ભાઈની ધરપકડ કરી છે. આ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Mumbai Crime News: એનસીબીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી કરતી ટોળકીના 2 આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ
- Ahmedabad Crime : ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસની ધમકી આપી 55 લાખ પડાવ્યા, બહેનની ધરપકડ