બિહાર : જાકો રખે સૈયાં માર સકે ના કોઈ, બેતિયામાં આ કહેવત ફરી એકવાર સાચ્ચી સાબિત થઈ છે. ત્રીજા માળેથી એક બાળકી નીચે ફેકવામાં આવી હતી, છતાં પણ બાળકીનો જીવ બચી ગયો હતો. હાલમાં નવજાત શિશુની સારવાર નરકટિયાગંજ સબડિવિઝન હોસ્પિટલમાં ચાલી રહી છે.
માતા નવજાત બાળકીને ત્રીજા માળેથી ફેંકવા બની મજબુર : બુધવારે વહેલી સવારે સબ ડિવિઝનલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની પાછળ એક બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. નાઇટ ગાર્ડ પ્રદીપ ગીરીને બાળકનો અવાજ આવતાં તેણે તેના સાથીદારોને બોલાવ્યા અને નવજાત બાળકને પાણીમાંથી બહાક કાઢી હતી. જ્યારે ત્યજી દેવાયેલી હાલતમાં ફેંકાયેલી નવજાત બાળકી જીવતી હતી ત્યારે તેણે હોસ્પિટલ પ્રશાસનને તેની જાણ કરી હતી. જે બાદ હોસ્પિટલ પ્રશાસને બાળકીની સારવાર શરૂ કરી દીધી છે.
"અમે બાળકીને રડતી જોઈ ત્યારે બાળકી જમીન પર પડી હતી. ચારેબાજુ પાણી ભરાયેલું હતું. અમે પાણીમાં ઘૂસીને છોકરીને બહાર કાઢી અને પછી હોસ્પિટલ લઈ આવ્યા. ડૉક્ટરે બાળકીની સારવાર કરી હતી. તેને ત્રીજા માળેથી નીચે ફેકવામાં આવી હતી તેમ છતા તે બચી ગઇ છે."- પ્રદીપ ગિરી, નાઇટ ગાર્ડ
હોસ્પિટલના કર્મચારીઓ કાળજી લઈ રહ્યા છે :કોઈપણ રીતે બાળકીના માતાપિતા કોણ અને ક્યાં છે? છોકરી અહીં કેવી રીતે આવી? આ તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલ પ્રશાસન બાળકીના માતા-પિતા વિશે માહિતી મેળવવામાં વ્યસ્ત છે. હાલમાં નવજાતની હોસ્પિટલના કર્મચારીઓ નવજાત શિશુની સંભાળ લઈ રહ્યા છે. આ એક દિવસની બાળકીને તેની ક્રૂર માતાએ ભલે ત્યજી દીધી હોય, પરંતુ હોસ્પિટલમાં હાજર મહિલા સ્ટાફ તેની માતા બનીને દીકરીની જેમ તેનું ધ્યાન રાખી રહી છે.
"નવા જન્મેલા બાળકની સારવાર ચાલી રહી છે. તે ખતરાની બહાર છે."- ડૉ. બ્રજકિશોર, સબ-ડિવિઝનલ હોસ્પિટલ નરકટિયાગંજ
શું છોકરી હોવાની સજા મળી! :લોકો કહે છે કે છોકરી હોવાની સજા આ માસૂમને મળી છે. આજે પણ સંકુચિત માનસિકતાના લોકો દીકરીઓના જન્મની ઉજવણી કરતા નથી અને તેને બીજાની સંપત્તિ માને છે. આ સાથે આજે પણ છોકરીઓને જન્મ પછી મારી નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે. છોકરીઓને બચાવવા માટે દેશમાં ઘણા નક્કર કાયદા છે, પરંતુ આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા.
- Gir Somnath Crime : સોમનાથ પોલીસે ધામળેજ દરિયાકાંઠેથી પાંચ કિલો ચરસ ઝડપી પાડ્યું
- Patan Accident News : પાટણના બાલીસણા નજીક ટ્રક અકસ્માત, ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો