બિહારઃ બિહારના લખીસરાયમાં એક સનકી પ્રેમીએ તેની પ્રેમિકાના એક જ પરિવારના 6 લોકો પર ગોળી ધરબી દીધી. આ ચકચારી ઘટનામાંં પ્રેમીકા સહિત ત્રણ લોકોના દર્દનાક મૃત્યું થયાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
બિહાર ક્રાઈમ: સનકી પ્રેમીએ પ્રેમિકાના પરિવારના 6 લોકોને ગોળી મારી, પ્રેમિકા સહિત 3નાં મોત - બિહારમાં ગોળીબારની ઘટના
બિહારના લખીસરાયમાં એક સનકી પ્રેમીએ પ્રેમીકાના પરિવારના 6 લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી છે.આ ચકચારી ઘટનામાં પ્રેમિકા સહિત ત્રણ લોકોના મોત, સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

Published : Nov 20, 2023, 10:52 AM IST
|Updated : Nov 20, 2023, 12:16 PM IST
એક જ પરિવારના પાંચ લોકોને ધરબી ગોળીઃબિહારના લખીસરાયમાંથી એક મોટી ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં પંજાબી મોહલ્લામાં એક જ પરિવારના 6 લોકો પર એક સનકી પ્રેમીએ લોહીયાળ કહેર વરસાવ્યો, સનકી પ્રેમીના આ ગોળીબારમાં પ્રેમિકા સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણેય ઈજાગ્રસ્તને વધુ સારી સારવાર માટે રાજધાની પટનાના પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટના અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવીને આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ( અપડેટ ચાલુ છે)