ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Nangal Rape Case: 9 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસની તપાસ હવે ક્રાઈમબ્રાન્ચ કરશે - DCP સાઉથ વેસ્ટ

દિલ્હી કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે. DCP સાઉથ વેસ્ટે આ મામલાની પુષ્ટિ કરી છે.

By

Published : Aug 5, 2021, 9:01 AM IST

  • દિલ્હી કેન્ટના નાંગલમાં (Nangal of Delhi Kent) 9 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મનો મામલો
  • બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસની તપાસ હવે ક્રાઈમબ્રાન્ચ (Crime Branch) કરશે
  • સ્મશાનઘાટમાં ચાર લોકોએ બાળકી સાથે કર્યું હતું દુષ્કર્મ

નવી દિલ્હીઃ દિલ્હી કેન્ટના નાંગલ (Nangal of Delhi Kent)માં 9 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) કરશે. બાળકીનું મોત અને જબરદસ્તી બાળી નાખવાના મામલાની તપાસ અને લોકલ પોલીસ પાસેથી હટાવી ક્રાઈમબ્રાન્ચને (Crime Branch) ટ્રાન્સફર કરી દેવાઈ છે. આ અંગે સાઉથ વેસ્ટ DCP ઈંગિત પ્રતાપ સિંહે કરી છે. માસુમ બાળકીની મોત રવિવારે શંકાસ્પદ હાલતમાં થઈ હતી, જેમાં પરિવારવાળાઓ પર આરોપ છે કે, સ્મશાનના પૂજારીએ દુષ્કર્મ પછી હત્યા કરીને જબરદસ્તી મૃતદેહને આગ ચાંપી હતી. આ અંગે સોમવારથી જ દિલ્હી કેન્ટ વિસ્તારમાં વિરોધ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો-#JeeneDo: દિકરીઓ સાથે દરિંદગીની એ ઘટનાઓ, જેનાથી દેશ હચમચી ગયો હતો

હું પીડિતાના પરિવારની સાથે છુંઃ રાહુલ ગાંધી

આપને જણાવી દઈએ કે, આ મામલાને લઈને હવે રાજનીતિ પણ તેજ થઈ છે. બુધવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) પછી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) પણ પીડિતાના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, માતાપિતાના આંસુ ફક્ત એક જ વાત કહી રહી છે. તેમની પૂત્રી, દેશની દિકરી ન્યાયની હકદાર છે અને આ ન્યાયના રસ્તા પર હું તેમની સાથે છું. આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ નીંદનીય છે. આ દરમિયાન તેમણે 10 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે જ અરવિંદ કેજરીવાલે આ મામલાની મેજિસ્ટ્રેટ તપાસની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો-કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ

જાણો, શું છે સમગ્ર મામલો?

દિલ્હી કેન્ટ વિસ્તારમાં રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે સ્મશાન ઘાટ પાસે પોતાના માતાપિતા સાથે રહેનારી બાળકી સ્મશાન ઘાટના વોટર કુલર પાસે પાણી પીવા ગઈ હતી. તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ પૂજારી અને પરિવારના પરિચિત ત્રણ લોકોએ બાળકીની માતાને ફોન કરીને બોલાવ્યા અને બાળકીનો મૃતદેહ બતાવ્યો હતો. ચારેયનું કહેવું હતું કે, કુલરથી પાણી પીવા સમયે વીજળીનો કરંટ લાગવાથી બાળકીનું મોત થયું હતું. તે દરમિયાન ચારેયે બાળકીના હાથમાં અને કોણીમાં બળી જવાના નિશાન પણ બતાવ્યા હતા. ત્યારબાદ બાળકીના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. પીડિત બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો. દિલ્હીના DCP ઈન્જિત પ્રતાપ સિંહે કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ 55 વર્ષીય પૂજારી રાધેશ્યામ, સલીમ, લક્ષ્મી નારાયણ અને કુલદીપની ઓળખ થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details