ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Parliament House : સંસદ ભવનની સુરક્ષાનો ભંગ કરનાર આરોપીનું ગુરુગ્રામ કનેક્શન સામે આવ્યું, પતિ-પત્નીની અટકાયત - સંસદ ભવનની સુરક્ષાનો ભંગ

Breach in security of Parliament House: રાજધાનીમાં સંસદ ભવનની સુરક્ષાનો ભંગ કરનાર આરોપી વિશે એક નવી વાત સામે આવી છે. વાસ્તવમાં આ કેસમાં સામેલ પાંચ આરોપીઓ ગુરુગ્રામમાં જ એક ઘરમાં રોકાયા હતા. આ કેસમાં પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 8:21 AM IST

નવી દિલ્હીઃદિલ્હી પોલીસને સંસદ ભવનની સુરક્ષાનો ભંગ કરનારાઓનું ગુરુગ્રામ કનેક્શન મળી આવ્યું છે. ક્રાઈમ બ્રાંચની ટીમ ગુરુગ્રામના સેક્ટર 7 એક્સટેન્શન હાઉસિંગ બોર્ડના 67 નંબરના ઘર પર પહોંચી અને વિકી શર્મા ઉર્ફે જંગલી અને તેની પત્નીની અટકાયત કરી છે. આરોપ છે કે અટકાયત કરાયેલા પાંચ આરોપીઓ આ ઘરમાં આવીને રોકાયા હતા.

આ લોકોએ કરી હતી મદદ : આરોપી વિકી શર્માનો ગુનાહિત રેકોર્ડ પણ સામે આવ્યો છે. તે 80/90ના દાયકામાં ફૌજી ગેંગનો સક્રિય સભ્ય રહ્યો છે. પડોશીઓ અને RWA અધિકારીઓએ પણ તેના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તે છેલ્લા 18 વર્ષથી તેની પત્ની અને બાળકો સાથે આ મકાનમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે પાંચેય આરોપીઓ વિક્કીના મિત્રો હતા. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે આરોપી વિકી એક્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.

પોલિસે તપાસ હાથ ધરી છે : ગુરુગ્રામ પોલીસે વિકીની પુત્રીની પણ પૂછપરછ શરૂ કરી છે. તેના પડોશીઓએ જણાવ્યું કે તે અવારનવાર તેમની સાથે ઝઘડો કરતો હતો, તેથી તેઓ ભાગ્યે જ તેના ઘરે આવતા હતા. પોલીસ તપાસ કરી રહી છે કે સંસદભવનમાં ઘૂસનારા લોકો કેટલા સમયથી તેના ઘરમાં રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે બુધવારે સંસદ પર હુમલાની 22મી વરસી હતી. આ દિવસે, બે વ્યક્તિઓ સંસદની પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા હતા અને રંગીન ધુમાડો છોડ્યો હતો. આ કેસમાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.

  1. સંસદ પર હુુમલાની 22મી વરસી દરમિયાન લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક
  2. સંસદ ભવન બહાર પણ હંગામો, મહિલા અને પુરુષે ફટાકડા ફોડ્યા અને સૂત્રોચ્ચાર કર્યા

ABOUT THE AUTHOR

...view details