ચેન્નાઈઃ ભારતે આ વર્ષના વર્લ્ડકપમાં શુભ શરૂઆત કરી છે. ભારતે વર્લ્ડ કપની તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધું છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છે. જો કે તેમણે પરિસ્થિતિ અનુસાર કોમ્બિનેશન બદલવાની અને વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે રમવું તેના પર વાત કરી છે.
શું કહે છે રોહિત?: રોહિત શર્માએ રવિવારે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, આગળ વધવા માટેનો સૌથી મોટો પડકાર છે વિભિન્ન પરિસ્થિતિઓમાં રમત. અમારે કોમ્બિનેશન બદલવા પડી શકે છે. અમે એક ટીમ તરીકે આ પડકાર માટે તૈયાર છીએ. ભારતે ચેન્નાઈના એમ.એ. સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધું છે. રોહિત શર્મા પોતાની ટીમની ફિલ્ડિંગથી બહુ ખુશ જણાયા હતા. અમે ફિલ્ડિંગમાં બહુ મહેનત કરી હતી અને અમે ફિલ્ડિંગમાં પ્રદર્શન પણ સારુ કર્યુ છે. ઝડપી બોલર્સ અને સ્પિન બોલર્સનું પ્રદર્શન પણ યોગ્ય હતું. બધુ મળીને અમે શાનદાર પ્રયત્ન કર્યો હતો.
રાહુલ વિરાટની કરી પ્રશંસાઃ ભારતે પોતાના 3 સ્ટાર બેટ્સમેનોને શરૂઆતમાં જ ગુમાવી દીધા હતા. શરુઆતમાં મને ડર લાગતો હતો. ભારતે 200 રનના લક્ષ્યનો પીછો કરવાનો હતો. પરંતુ રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં સ્પિનરોએ ઓસ્ટ્રેલિયન લાઈન અપને ઝાટકો આપ્યો. રોહિત શર્માએ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વિરાટ અને કે.એલ. રાહુલે જે રીતે મેચને સંભાળી તે બદલ તેમણે સલામ.