ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Cricket World Cup 2023: શું સાઉથ આફ્રિકા ચોકર્સ ટેગ દૂર કરી શકશે? - કાગીસો રબાડા

સાઉથ આફ્રિકા છેલ્લી આઠ ક્રિકેટ સ્પર્ધામાં માત્ર શોપીસ બની રહ્યું છે. આ વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપમાં ટેમ્બા બાવુમાની કેપ્ટન શિપ હેઠળ રમનારા સાઉથ આફ્રિકા દેશ પ્રત્યે કોઈને વધુ પડતી આશા નથી.

Cricket World Cup 2023: શું સાઉથ આફ્રિકા ચોકર્સ ટેગ દૂર કરી શકશે?
Cricket World Cup 2023: શું સાઉથ આફ્રિકા ચોકર્સ ટેગ દૂર કરી શકશે?

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 9:11 PM IST

હૈદરાબાદઃ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ સાઉથ આફ્રિકા કરી રહ્યું છે. સાઉથ આફ્રિકાની એક જ કોશિશ છે કે તે પોતાના પર લાગેલું ચોકર્સનું ટેગ હટાવવામાં કામિયાબ થાય. આ માટે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. જો કે સાઉથ આફ્રિકાની ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ પણ છે.

સ્ટ્રેન્થઃ

1. અનુભવી બેટિંગઃ

ટૂર્નામેન્ટને જીતી શકે તેવી સાઉથ આફ્રિકામાં અનેક સ્ટ્રેન્થ છે. જેમાં એક છે તેની અનુભવી બેટિંગ. જેમાં ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર અને એડન માર્ક પાસે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગનો પુષ્કળ અનુભવ છે. આ ખેલાડીઓ ટેન્શન સિચ્યુએશનમાં પણ રમી શકે છે. જેના લીધે સાઉથ આફ્રિકાની ટીમને સ્ટેબિલિટી મળી શકે તેમ છે. ક્વિન્ટન ડી કોક તેના આક્રામક તેમ છતા ગણતરીપૂર્વકના અભિગમને લઈને પ્રખ્યાત છે. તે સાઉથ આફ્રિકાનો સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. તેણે 145 મેચમાં 17 સદી અને 30 અડધી સદીની મદદથી 6,176 રન બનાવ્યા છે. ડેવિડ મિલર, હેનરિક કલાસેન અને એઈડન માર્કથી મિડલ ઓર્ડર મજબૂત બને છે. મિલર તેની ક્ષમતા અને મેચ વિનિંગ ઈનિંગ્સ રમવા માટે જાણીતો છે. તેણે 137 વનડેમાં 4,090 રન બનાવ્યા છે. એઈડન માર્ક સ્પિન ખૂબ જ બખૂબીથી રમે છે. માર્ક 96.3નો મજબૂત સ્ટ્રાઈક રેટ ધરાવે છે.

2. ફોર્મિડેબલ પેસ એટેકઃ

કાગીસો રબાડા, એનગિડી અને માર્કો જોનસેન એક શક્તિશાળી ત્રિપુટી છે. આ ત્રિપુટી સૌથી વધુ એક્સપર્ટ બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મુકી શકે છે. રબાડાના ઘાતક યોર્કર્સ અને બાઉન્સર્સ હરિફ ટીમની બેટિંગ લાઈન અપને તોડવા માટે સક્ષમ છે. એનગિડી બોલને બંને દિશામાં સ્વિંગ કરવામાં નિષ્ણાંત છે. માર્કો જેન્સન પાસે દરેક પીચ પર બાઉન્સ ફેંકવાની ક્ષમતા છે. રબાડા 92 વનડેમાં 144 વિકેટ ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 16 રન આપી 6 વિકેટ રહ્યું છે. એનગિડીએ 48 વનડેમાં 78 વિકેટ ઝડપી ચૂક્યો છે.

વીકનેસઃ

1. એનરિક નોર્ટજેની ગેરહાજરીઃ

સાઉથ આફ્રિકાનો ઝડપી બોલર એનરિચ નોર્ટજેની ઈજાને લીધે બહાર છે. આ સાઉથ આફ્રિકાનો સૌથી મોટો અપસેટ છે. તેની ગેરહાજરીને લીધે અન્ય એક ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝીને ટીમમાં બોલાવવામાં આવ્યો છે. તેણે માત્ર 6 મેચ રમી છે. જેણે 29.45ની એવરેજથી 11 વિકેટ લીધી છે.

2.સ્પિન બોલિંગઃ

જયારે શમ્સી અને મહારાજ ભરોસાપાત્ર સ્પિનરો છે. જો આ બંને ખેલાડીઓમાંથી કોઈ એક ઈજાગ્રસ્ત થાય તો તેનો કોઈ બેકઅપ સાઉથ આફ્રિકા પાસે નથી. જાન્યુઆરી 2022થી સાઉથ આફ્રિકાએ વન ડે ઈન્ટરનેશનલમાં સ્પિનર બજોર્ન ફોરચ્યુઈનને અજમાવ્યો છે. જેણે 29.16ની સરેરાશથી 4 મેચમાં 6 વિકેટ ઝડપી છે. સ્પિન વિકલ્પનો આ અભાવ સાઉથ આફ્રિકાને નડી શકે છે.

ઓપરચ્યુનિટીઝઃ સાઉથ આફ્રિકામાં યંગ બ્લડને સ્થાન આપવામાં આવ્યું છે. જેમનો લાભ સાઉથ આફ્રિકાને મળ્યો છે. માર્કો જેન્સેન જેવા ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે નવા છે. તેમની ફ્રેશ એનર્જી રોમાંચક કરે છે.

ખેલાડીઓને ઈજાઃ સાઉથ આફ્રિકાના મુખ્ય ખેલાડીઓ જો ઘાયલ થાય અને ફોર્મ ગુમાવે તે સાઉથ આફ્રિકા માટે જોખમકારક છે, કારણ કે તેનાથી સમગ્ર ટીમનું સંતુલન અને સ્ટ્રેટેજી ડીસ્ટર્બ થઈ શકે છે. જો બેટિંગમાં ખેલાડીઓ ફોર્મ ગુમાવશે તો ટીમના એકંદર પ્રદર્શનને નુકસાન થઈ શકે છે. સાઉથ આફ્રિકા હંમેશા પ્રોમિસિંગ રમત રમવાના નિશ્ચય સાથે મેચમાં ઉતરે છે, પરંતુ તે અસફળ રહ્યું છે. આ વર્ષે સાઉથ આફ્રિકા પાસે સંતુલિત ટીમ છે.

સાઉથ આફ્રિકાની ટીમ યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. આ ટીમની સફળતા તેમની કેપેબિલિટીનો ઉપયોગ પર આધારિત છે. ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરીને સાઉથ આફ્રિકા સારુ પ્રદર્શન કરી શકે છે. પરિણામ લક્ષી આયોજન, યોગ્ય નિર્ણય અને બહેતર ટીમ વર્ક સાથે સાઉથ આફ્રિકા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઉત્તમ દેખાવ કરી શકશે.

  1. Cricket World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપ માટે દાવેદાર પાકિસ્તાનની તાકાત અને નબળાઈ, જુઓ આ વિશેષ અહેવાલ
  2. World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેપ્ટન ડેની ઉજવણી, તમામ ટીમના કેપ્ટનની ફોટો સેશન સેરેમની યોજાશે

ABOUT THE AUTHOR

...view details