ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ICC World Cup 2023: ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં નેધરલેન્ડને હરાવીને ટિમ ઈન્ડિયાનો દબદબો, પાકિસ્તાનમાં પણ રોહિત શર્માની થઈ રહી છે પ્રશંસા. - રોહિત શર્મા

ભારતે રવિવારે નેધરલેન્ડ સામે વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ જીતી હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. આ મેચ બાદ પાકિસ્તાનમાં પણ રોહિત શર્માની પ્રશંસા થઈ રહ્યા છે.

પાકિસ્તાનમાં પણ રોહિત શર્માની થઈ રહી છે પ્રશંસા
પાકિસ્તાનમાં પણ રોહિત શર્માની થઈ રહી છે પ્રશંસા

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 11:16 AM IST

નવી દિલ્હીઃવર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં 9 માંથી તમામ 9 મેચ જીતીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં મેચના દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પછી તે ફિલ્ડિંગ હોય, બોલિંગ હોય કે બેટિંગ. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ હતી જે એક પણ મેચ હારી નથી. હવે સેમિફાઇનલ મેચ ભારતીય ટીમ 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમશે.

વસીમ અકરમે રોહિત શર્માની કરી પ્રશંસાઃભારતીય ટીમના આ અભૂતપૂર્વ પ્રદર્શન અને નેધરલેન્ડ સામે 160 રનની જીત બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે રોહિત શર્માના વખાણ કર્યા છે. અકરમે કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે વિશ્વ ક્રિકેટમાં આવો કોઈ ખેલાડી છે. આપણે વિરાટ કોહલી, કેન વિલિયમસન, જો રૂટ, બાબર આઝમ વિશે વાત કરીએ છીએ, પરંતુ રોહિત શર્મા દરેકથી અલગ છે. જ્યારે તે બેટિંગ કરે છે, ભલે બોલર કોઈપણ હોય કે આક્રમક બોલિંગ હોય, તે ખૂબ જ સરળતાથી શોટ ફટકારે છે. તે દરેક ખેલાડીને હરાવે છે. જ્યારે તે ટકી જાય છે, ત્યારે બોલરોને ધોઈ નાખે છે.

ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શનઃ આપને જણાવી દઈએ કે રોહિત શર્માએ નેધરલેન્ડ સામે 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અને આ મેચમાં ભારતના તમામ બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત (61), શુભમન ગિલ (51), વિરાટ કોહલી (51), શ્રેયસ અય્યર (128) અને કેએલ રાહુલ (102)ની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમે 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

  1. WORLD CUP 2023: બાંગ્લાદેશના 307 રનના પડકાર સામે, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 25 ઓવરમાં (151/2)
  2. ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું, જાણો શું છે કારણ

ABOUT THE AUTHOR

...view details