ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Cricket World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપ માટે દાવેદાર પાકિસ્તાનની તાકાત અને નબળાઈ, જુઓ આ વિશેષ અહેવાલ - Mohammad Rizwan

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ કપ 2023 માં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાન પહેલા ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટે હાર્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેને 14 રનથી હરાવ્યું હતું. તેમ છતાં પણ દિગ્ગજ ખેલાડીઓ દ્વારા પાકિસ્તાન ટીમને પ્રબળ દાવેદારમાં ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે જુઓ પાકિસ્તાનની તાકાત અને નબળાઈ શું છે, આ વિશેષ અહેવાલમાં...

Cricket World Cup 2023
Cricket World Cup 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 7:46 PM IST

અમદાવાદ : પાકિસ્તાન ક્રિકેટ ટીમને વિશ્વની સૌથી મજબૂત ટીમોમાંની એક ગણવામાં આવે છે. પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ લાઇનઅપ હંમેશા આક્રમક રહી છે. આ ટીમમાં વસીમ અકરમ, વકાર યુનુસ અને શોએબ અખ્તર જેવા ફાસ્ટ બોલર છે. તેઓએ પોતાના સમયમાં ટીમને અપાર સફળતા અપાવી હતી. ત્યારે વર્લ્ડ કપ 2023 માં પાકિસ્તાનનું મુખ્ય હથિયાર તેની ફાસ્ટ બોલિંગ રહી શકે છે.

વર્લ્ડ કપ ટ્રોફીની દાવેદાર : પાકિસ્તાન ટીમે 1992માં તેનો પહેલો અને એકમાત્ર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ ત્યારથી અત્યાર સુધી આ ટીમ વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ત્યારે હવે બાબર આઝમની આગેવાની હેઠળ પાકિસ્તાનની ટીમ 6 ઓક્ટોબરથી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચથી વર્લ્ડ કપ સફરની શરૂઆત કરવા જઈ રહી છે. આ વખતે પાકિસ્તાની ક્રિકેટ ચાહકો તેમની પાસેથી વર્લ્ડ કપ જીતવાની આશા રાખશે.

પાકિસ્તાન ટીમની તાકાત : પાકિસ્તાન ટીમની તાકાત તેમની ફાસ્ટ બોલિંગ છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે હારિસ રઉફ અને શાહીન આફ્રિદી મહત્વની ભૂમિકા ભજવશે. શાહીને પાકિસ્તાન માટે 44 ODI મેચમાં 5.45ની ઈકોનોમી સાથે 86 વિકેટ લીધી છે. જ્યારે હારિસ રઉફ પોતાની ઝડપી બોંલીગથી વિરોધી ટીમને હરાવી શકે છે. તે સતત 145 કિમીની ઝડપે બોલ ફેંકે છે. તેણે 28 ODI મેચમાં 53 વિકેટ લીધી છે. બાબર આઝમ પણ આ ટીમની તાકાત ગણી શકાય. તે પોતાની શાનદાર બેટિંગ અને શાનદાર કેપ્ટનશિપથી વિરોધી ટીમને હંફાવાની તાકાત ધરાવે છે. તેણે પાકિસ્તાન માટે 58.16ની શાનદાર એવરેજ સાથે 5,409 ODI રન બનાવ્યા છે.

નબળાઈ : ફાસ્ટ બોલર નસીમ શાહને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કર્યા બાદ પાકિસ્તાનની ટીમ નબળી પડી ગઈ છે. તેણે પાકિસ્તાન માટે બોલ સાથે સ્વિંગ મેળવીને ક્રિકેટ જગતમાં તબાહી મચાવી છે. નસીમે 14 ઈનિંગ્સમાં 4.68ની ઇકોનોમી સાથે 32 વિકેટ લીધી છે. ટીમમાં વાઈસ કેપ્ટન શાદાબ ખાન મુખ્ય સ્પિનર ​​તરીકે તરખાટ મચાવશે. તેઓ આઉટ ઓફ ફોર્મ લાગી રહ્યા છે. આ ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર ​​મોહમ્મદ નવાઝ બોલિંગ દ્વારા વધુ પ્રભાવી પ્રદર્શન આપવા સક્ષમ નથી. આ બંને ટીમ માટે નબળી કડી સાબિત થઈ શકે છે.

બેટિંગની નબળાઈ :પાકિસ્તાનની બેટિંગ મોટા ટાર્ગેટને ચેઝ કરવામાં નબળી પડતી જણાય છે. આ ટીમ મોટી મેચોમાં મુશ્કેલ સમયમાં પડી ભાંગે છે. એશિયા કપમાં ભારતે આપેલા 357 રનના સ્કોરને ચેઝ કરતાં પાકિસ્તાનની ટીમ 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમની સંપૂર્ણ જવાબદારી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના ખભા પર આવી જાય છે. ટીમની બેટિંગની નબળાઈ અને મુશ્કેલ સમયમાં તેનું લથડી જવું એ ચિંતાનો વિષય છે.

યુવા ખેલાડી ચમકશે ?પાકિસ્તાનના જમણા હાથના ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમને આ વર્લ્ડ કપમાં ચમકવાની તક મળશે. આ યુવા ખેલાડીને વર્લ્ડ કપ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તે પોતાનો પહેલો વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે. તેણે અત્યાર સુધી માત્ર 16 ODI મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. મોહમ્મદ વસીમને આ વર્લ્ડ કપમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે.

પાકિસ્તાન માટે ખતરો : ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ તેમની આક્રમક રમત માટે જાણીતી છે. આ ટીમ મોટો સ્કોર ઉભો કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. તો તેની સામે પાકિસ્તાનની ટીમ મોટા સ્કોરને ચેજ કરતી વખતે નબળી પડે છે. આવી સ્થિતિમાં ભારતીય પીચ પર મોટા લક્ષ્યનો પીછો કરવો પાકિસ્તાન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. શાહીન આફ્રિદી અને હારિસ રઉફને ઈજા થવાના કિસ્સામાં પાકિસ્તાન ટીમનું બોલિંગ આક્રમણ પણ નબળું પડી જશે. જે ટીમ માટે મુશ્કેલ પરિસ્થિતિ બની શકે છે.

  1. World Cup Trophy Reach Gujarat: ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી
  2. Cricket World cup 2023: આ છે વર્લ્ડ કપના ઈતિહાસના ટોપ 5 કેચ, જેને જોઈને તમે ચોંકી જશો

ABOUT THE AUTHOR

...view details