નવી દિલ્હીઃભારતીય કેપ્ટન રોહિત શર્માએ બુધવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ મેચમાં રોહિતે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેમાં તેણે શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં રોહિત શર્મા 0 રને આઉટ થયો હતો. જેના કારણે અનેક રેકોર્ડ તૂટવાની આશા ઠગારી નીવડી હતી. પરંતુ, રોહિતે અફઘાનિસ્તાન સામે રેકોર્ડબ્રેક સદી ફટકારી છે. આ મેચમાં રોહિત શર્માએ 84 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. જેમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
New records of Rohit Sharma : રોહિત વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર અને સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની બીજી મેચમાં 131 રનની તોફાની ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
Published : Oct 12, 2023, 9:15 AM IST
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી : રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે રોહિત શર્મા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માના નામે વર્લ્ડ કપમાં 7 સદી છે. જેમાંથી તેણે વર્લ્ડ કપ 2019માં 5 સદી અને 2015ના વર્લ્ડ કપમાં એક સદી ફટકારી હતી. રોહિત શર્મા પછી સૌથી વધુ સદી સચિન તેંડુલકરના નામે છે જેણે વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી છે. તેના પછી કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગે 5-5 સદી ફટકારી છે. આ યાદીમાં પાંચમા નંબર પર ડેવિડ વોર્નર છે, જેમના નામે વર્લ્ડ કપમાં 4 સદી છે.
સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય : રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની મેચમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે પોતાની સદી પૂરી કરતાની સાથે જ રોહિત વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો. રોહિત શર્માએ સદી પૂરી કરવા માટે 63 બોલ લીધા હતા. આ પહેલા કપિલ દેવે ભારત માટે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 72 બોલમાં સદી ફટકારી હતી.
TAGGED:
રોહિત શર્માના નવા રેકોર્ડ