પુણે :વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ગુરુવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યજમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ઈરાદો વર્લ્ડ કપમાં સતત ચોથી જીત નોંધાવવાનો રહેશે. બાંગ્લાદેશની ટીમ પણ તેની બીજી જીતની શોધમાં છે. તેનો ઈરાદો બીજી જીત હાંસલ કરીને વર્લ્ડ કપમાં પોતાની પકડ મજબૂત કરવાનો પણ રહેશે.
બન્ને ટીમ વચ્ચે આજે મેચ રમાશે : અમદાવાદમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યા બાદ યજમાન ટીમ ત્રણ જીત અને ઉત્તમ નેટ રન રેટ સાથે આગળ છે. બીજી તરફ, સાત ઓવર બાકી રહેતા બ્લેક કેપ્સ સામે આઠ વિકેટે હાર્યા બાદ બાંગ્લાદેશનો આત્મવિશ્વાસ ઓછો છે. ભારત સામેની મેચમાં શાકિબ અલ હસનની સંપૂર્ણ પણે ફિટ પણ નથી, જેથી તેને નુકસાન થઇ શકાય છે. બાંગ્લાદેશ હાલમાં ત્રણ મેચમાં એક જીત સાથે સાતમા સ્થાને છે.
ટીમનું સરવૈયું : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચોની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 40 ODI મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે 31 અને બાંગ્લાદેશે 7 મેચ જીતી છે. અને એક મેચ ટાઈ રહી હતી. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 27 ઓક્ટોબર 1988ના રોજ પ્રથમ વખત રમાઈ હતી. અને એશિયા કપમાં છેલ્લી મેચ 15 સપ્ટેમ્બર 2023ના રોજ રમાઈ હતી.
પિચ રિપોર્ટ : પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સપાટી બેટિંગ માટે સ્વર્ગ છે. પરંતુ જેમ જેમ રમત આગળ વધશે તેમ સ્પિનરોને ઝાકળને કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. 2017 થી, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ પુણેમાં રમાયેલી પાંચ ODIમાંથી ત્રણમાં 300 થી વધુ રન બનાવ્યા છે, જો કે નવ મહિનામાં આ સ્થળ પર આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. મેચની પૂર્વ સંધ્યાએ થોડો ઝરમર વરસાદ પડ્યો હતો પરંતુ મેચના દિવસે સૂર્યપ્રકાશની અપેક્ષા છે.
મૌસમ : Accuweather અનુસાર, ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. બોલરો મેદાનમાં ગરમી અનુભવી શકે છે. વરસાદની સંભાવના એક ટકા છે અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જેના કારણે દર્શકોને આખી મેચ જોવા મળશે.
- ભારત vs બાંગ્લાદેશ સંભવિત પ્લેઈંગ 11
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ : તંજીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ, તૌહીદ હ્રદોય, મેહદી હસન, તસ્કીન અહેમદ, શરીફુલ ઇસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન.
- World Cup 2023 : રોહિત શર્માએ ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં વિરાટ કોહલીને પાછળ છોડ્યો
- World Cup Security : ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન મેચ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુરક્ષાના ઘેરામાં, વર્લ્ડ કપ મેચમાં ચુસ્ત બંદોબસ્ત