ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન - wicket-keeper-parthiv-patel

ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર બેટ્સેન પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે, મળતી માહિતી પ્રમાણે ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટર પર આ માહિતી આપી છે. અમદાવાદ શહેરના વતની અને ભારતીય ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલના પિતા અજય પટેલને એક વર્ષ પહેલા બ્રેન હેમરેજની બિમારી થઈ હતી, તે સમયે ખેલાડીએ સોશિયલ મીડિયા પર ભાવુક પ્રાથના કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન

By

Published : Sep 26, 2021, 12:56 PM IST

Updated : Sep 26, 2021, 1:03 PM IST

  • પાર્થિવ પટેલના પિતા અજય પટેલનું નિધન
  • પાર્થિવ પટેલે ગત વર્ષે જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો
  • પાર્થિવ પટેલના પિતાને 2019માં બ્રેન હેમરેજ થયું હતું.

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર બેટ્સેન પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે, મળતી માહિતી પ્રમાણે ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટર પર આ માહિતી આપી છે. અમદાવાદ શહેરના વતની અને ભારતીય ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલના પિતા અજય પટેલને એક વર્ષ પહેલા બ્રેન હેમરેજની બિમારી થઈ હતી, તે સમયે ખેલાડીએ સોશિયલ મીડિયા પર ભાવુક પ્રાથના કરી હતી. અને પ્રાથના માટે અપીલ કરી હતી. પાર્થિવ માટે છેલ્લા 2 વર્ષ ખૂબ જ મુશ્કેલ સમય રહ્યા છે. હકીકતમાં, 2019 માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો. તે સમયામાં તેમના પિતાની તબિયત બગડી હતી.

આ પણ વાંચો:ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિની જાહેરાત પર રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ આપી પ્રતિક્રિયા

પાર્થિવ પટેલના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 10772 રન

પાર્થિવ પટેલના પિતાને બ્રેઈન હેમરેજથી પીડાઇ રહ્યા હતા અને તેમણે આઈસીયુમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે પાર્થિવની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ એકદમ ડિસ્ટર્બ હતી. તે હંમેશા તેના પિતાને લઇને મનમાં ડર રહેતે હતો. પિતાના મૃત્યુના સમાચાર આપતી વખતે પણ તે ખરાબ રીતે તૂટેલો દેખાતો હતો. પાર્થિવ પટેલે પોતાની કારકિર્દીમાં 25 ટેસ્ટ અને 38 વન ડે આંતરરાષ્ટ્રીય રમી ચૂકેલા પાર્થિવની કેપ્ટન્સી હેઠળ, 2016-17 સીઝનમાં રણજી ટ્રોફી જીતી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 10772 રન છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું આજે નિધન

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થયું. તેઓ ટીમ ઇન્ડિયા માટે રમ્યા હતા અને તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમના પિતા અજયભાઇ બિપીનચંદ્ર પટેલના મૃત્યુની માહિતી ટ્વિટર પર આપી હતી.પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને તેના પિતાના દુ:ખદ સમાચાર શેર કર્યા ત્યારથી સમગ્ર ક્રિકેટ જગત ઉંડા આઘાતમાં છે
હાલમાં ક્રિકેટ જગતમાં એક આઘાત પરિણમ્યો છે. જ્યારે ત્યારે હાલમાં ક્રિકેટરો અને અનેક બૉલીવુડ હીરો પાર્થિવ પટેલને સાંત્વના આપી રહ્યા છે.

Last Updated : Sep 26, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details