નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય(MHA) દ્વારા ગુનાહિત સંગઠનો અને તેમના આતંકવાદીઓ સાથેના સંબંધો સંદર્ભે દિલ્હી, યુપી અને હરિયાણા પોલીસને એક કોમ્યૂનિકેશન સિસ્ટમ બનાવા માટે કહ્યું છે. આ વિષયમાં ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે ઈટીવી ભારતને જણાવ્યું કે દિલ્હી પોલીસ અને પાડોશી રાજ્યોની પોલીસ વચ્ચે માહિતીની આપલેમાં સમય ન બગડે તે માટે એક કોમ્યુનિકેશન સિસ્ટમ બનાવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પાડોશી રાજ્યો સાથે સમન્વય સુધારવા પર સક્રિયતાથી વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, આંતરરાજ્ય સમન્વય બેઠકો નિયમિત રુપે આયોજીત કરવામાં આવી રહી છે. જેમાં યુપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર ઝારખંડ, જમ્મુ કાશ્મીર અને પોલીસ સંગઠનોના વરિષ્ઠ અધિકારી ભાગ લેતા હોય છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસના વિવિધ જિલ્લા હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે પોતાની સરહદને સ્પર્શે છે. આ કારણથી ગુના અને ગુના સંદર્ભે ડેટાને બહેતર રીતે આપલે કરવા માટે એક પેટર્નનું વિશ્લેષણ કરવા માટે બીટ સ્ટાફ, એસએચઓ, એસીએસપી અને સબ ડિવિઝન અને જિલ્લા પોલીસ પ્રમુખના સ્તર પર સરહદીય જિલ્લાઓની અંતર રાજ્ય સમન્વય બેઠકો સમયાંતરે યોજવામાં આવી રહી છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ રીતની બેઠકો દ્વારા ગુનાઓ અને ગુનેગારોની રોકથામ અને માહિતી મેળવવા માટે વિવિધ વિચારો અને ઉપાયોની આપલે કરવામાં આવે છે. આ ઉપરાંત ગુના અને ગુનેગારો સંબંધિત ડેટાની સત્વરે આપલે થઈ શકે તે માટે પોલીસ અધિકારીઓના સ્તરે વ્હોટ્સએપ ગ્રૂપ બનાવવાની પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય સૂચન કર્યુ છે કે, દિલ્હીના પાડોશી રાજ્યોની પોલીસ તપાસ, ફોરેન્સિક સહિત પુરાવાઓનો સંગ્રહ, ટેકનોલોજીનો ઉપયોગ, કર્મચારીઓની તાલીમ વગેરે બાબતે માહિતી આપલે કરી શકે છે. અધિકારીએ જણાવ્યું કે એકવાર પ્રક્રિયા શરુ થયા બાદ ગેંગસ્ટર્સ અને આતંકવાદી સંગઠનો વિરુદ્ધ એક સમન્વિત દ્રષ્ટિકોણ અને કાર્યવાહી થશે.
આ ઘટનાક્રમ આ તથ્ય બાદ મહત્વપૂર્ણ થઈ ગયો છે. ગેંગસ્ટર પોતાના આતંકી કનેક્શન સાથે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને એનસીઆરના વિવિધ સ્થાનોમાં મોટા પાયે ગતિવિધિયો કરી રહ્યા છે. આતંકવાદ વિરોધી એજન્સી એનઆઈએ દ્વારા વિવિધ ગ્રૂપોના હેડને પકડવા માટે સમય સમય પર એનસીઆરમાં છાપામારી અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં એક ડઝનથી વધુ ગેંગસ્ટર અને તેમના સમર્થકોને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. તાજેતરમાં સંપન્ન ડીજીપી અને આઈજીપી સંમેલનમાં ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી, યુપી અને હરિયાણાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગેંગસ્ટર, આતંકવાદી સમૂહો સાથે પોતાના સંબંધોને સમાપ્ત કરવા અને સમન્વિત રીતે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે.
- કેન્દ્રએ પાર્ટ ટાઈમ જોબ ફ્રોડમાં શામેલ 100 વેબસાઈટ બ્લોક કરી, કેવા લોકો ટાર્ગેટ બને છે જાણો
- Kukis demand MHA: મણિપુરમાં કુકી સમુદાયે ગૃહ મંત્રાલય પાસે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી