જાલોર:રાજસ્થાનના જાલોરજિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષના યુવકે એકતરફી પ્રેમમાં 15 વર્ષની સગીર યુવતીની તલવારથી હત્યા કરી નાખી. આ ભયંકર બનાવથી આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલો અહોર પોલીસ સ્ટેશન વિસ્તારના બુડતારા ગામનો છે. અહીં ગુરુવારે સાંજે આરોપી યુવકે તિક્ષ્ણ હથિયાર વડે સગીર યુવતી પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં બાળકીને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મૃત્યું (Minor girl Killed by Crazy Lover in rajasthan) થયું હતું.
એકતરફી પ્રેમ બન્યો મૃત્યુનું કારણ, તલવારથી સગીર યુવતીની કરી હત્યા - જાલોર પોલીસ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એવી શક્યતા છે કે, યુવક સગીર યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. જેના કારણે આરોપી યુવકે સગીર યુવતી પર તલવાર વડે હુમલો કર્યો અને તેનું મોત (Minor girl Killed by Crazy Lover in rajasthan) નીપજ્યું.
![એકતરફી પ્રેમ બન્યો મૃત્યુનું કારણ, તલવારથી સગીર યુવતીની કરી હત્યા એક તરફી પ્રેમ બન્યો મૃત્યુનું કારણ, તલવારના ધાથી સગીર યુવતીની કરી હત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17224390-thumbnail-3x2-raj.jpg)
શું છે પોલીસનું નિવેદન:આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી યુવકને કસ્ટડીમાં લીધો હતો. અહોર પોલીસ અધિકારી ગિરધર સિંહે જણાવ્યું કે, બુડતારા નિવાસી પુરૂષોત્તમના પુત્ર હજારીલાલ હરિજને ગુરુવારે સાંજે ગામમાં એક સગીર છોકરી પર તલવાર વડે હુમલો કર્યો, જેના કારણે તેનું મૃત્યુ (Youth kills minor girl in jalore) થયું.
પોલીસ કેસની તપાસમાં વ્યસ્ત: પોલીસે મૃતદેહનો કબજો લઈ આહોર શબગૃહમાં રાખ્યો હતો. આ સાથે પોલીસ કસ્ટડીમાં આરોપી યુવકની પૂછપરછ કરી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એવી શક્યતા છે કે યુવક સગીર યુવતી સાથે એકતરફી પ્રેમમાં (Murder in one sided love at rajasthan) હતો. જેના કારણે આરોપી યુવકે સગીર યુવતી પર તલવાર વડે હુમલો કર્યો અને તેનું મોત નીપજ્યું. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.