- મજબૂત છબીવાળા યુવા નેતાઓને પાર્ટીમાં લાવી રહી છે કૉંગ્રેસ
- 28 સપ્ટેમ્બરના કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે કન્હૈયા અને જિગ્નેશ
- કન્હૈયાએ સીપીઆઈ જોઇન કરી હતી, 2019 લોકસભા ચૂંટણીમાં ગિરિરાજ સામે થઈ હતી હાર
હૈદરાબાદ: સતત યુવા નેતૃત્વ ગુમાવી રહેલી કૉંગ્રેસ હવે મજબૂત છાપ ધરાવનારા યુવા નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહી છે. ચર્ચા એ છે કે પાર્ટીના રણનીતિકાર પ્રશાંત કિશોરની સલાહ પર પાર્ટી સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કૉંગ્રેસમાં કરાવવામાં આવશે. ન્યુઝ એજન્સી એએનઆઈ પ્રમાણે બંને યુવા નેતાઓ 28 સપ્ટેમ્બરના શહીદ ભગત સિંહની જયંતીના દિવસે કૉંગ્રેસમાં સામેલ થશે.
2016માં કન્હૈયા કુમારે જગાવી હતી ચર્ચા
દિલ્હીની જવાહર લાલ નહેરૂ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘ (JNUSU)ના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સીપીઆઈની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય છે. 2016માં કન્હૈયા કુમારનો જેએનયુ અવતાર ઘણો જ પ્રસિદ્ધ થયો હતો. રાજદ્રોહ કાયદા, ભડકાઉ ભાષણો, આંદોલન અને ધરપકડ બાદ કન્હૈયા ડાબેરી રાજનીતિના નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં ગિરિરાજ સામે હાર
જેએનયુથી નીકળ્યા બાદ કન્હૈયા કુમારે સીપીઆઈ જોઇન કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે બેગૂસરાયથી બીજેપીના ગિરિરાજ સિંહ વિરુદ્ધ ટક્કર લીધી હતી, પરંતુ લગભગ 22 ટકા વોટ મેળવ્યા છતાં તેઓ હારી ગયા હતા. બેગૂસરાયમાં ભૂમિહાર જાતિના મતદારોની સંખ્યા સૌથી વધારે છે અને કન્હૈયા કુમાર ભૂમિહાર છે. હવે સીપીઆઈના ફ્રન્ટ રન કૉંગ્રેસ સાથે હાથ મિલાવશે.
લેફ્ટથી સેન્ટરમાં કેમ જવા લાગ્યા યુવા કોમરેડ?
2019માં ચૂંટણી હાર્યા પહેલા કન્હૈયા કુમાર દેશમાં એક મજબૂત વક્તા તરીકે ઓળખાતા હતા. પોતાના ભાષણમાં તેમણે મોદી સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી, પરંતુ ચૂંટણી બાદ તેઓ પાર્ટીની અંદર જ વિવાદોના કારણે નિષ્ક્રિય થઈ ગયા. 2021માં બિહાર પ્રદેશ કાર્યાલય સચિવ ઇંદુભૂષણ વર્માની સાથે મારઝૂડ બાદ પાર્ટીએ તેમની ટીકા કરી હતી. હૈદરાબાદમાં થયેલી નેશનલ પાર્ટીની બેઠકમાં આ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. એ બેઠકમાં સીપીઆઈ નેશનલ કાઉન્સિલના 110 સભ્યો હતા. આમાંથી ફક્ત 3ને છોડીને બાકીના અન્ય તમામે કન્હૈયાની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
સીપીઆઈને ગણાવી ભારતીય કન્ફ્યુજન પાર્ટી
ત્યારબાદ અનેક તકો આવી જ્યારે કન્હૈયાએ સીપીઆઈને ભારતીય કન્ફ્યુજન પાર્ટી ગણાવી દીધી હતી. વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ પાર્ટીઓએ આરજેડી અને કૉંગ્રેસની સાથે ગઠબંધન કર્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં કન્હૈયા સ્ટાર પ્રચારક તરીકે જોવા ન મળ્યા. માનવામાં આવે છે કે પાર્ટીમાં અવગણનાથી દુ:ખી ડાબેરી નેતાએ કૉંગ્રેસ તરફ પ્રયાણ કર્યું છે.
સેક્રેટરી પદ અને ટિકિટ વહેંચવાનો અધિકાર માંગ્યો