ગુજરાત

gujarat

ETV Bharat / bharat

vaccine New Price: ખાનગી હોસ્પિટલોને રૂપિયા 225માં મળશે કોવિશિલ્ડ અને કોવેક્સિન - vaccine New Price

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ (Serum Institute of India) કોવિશિલ્ડ વેક્સિનની કિંમત ઘટાડવાની જાહેરાત કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં કોવિશિલ્ડ રસી 600 રૂપિયાના બદલે 225 રૂપિયામાં (Covishield vaccine for private hospitals) મળશે. તેમજ ભારત બાયોટેકે પણ કોવેક્સિનની કિંમત 225 રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

vaccine New Price: ખાનગી હોસ્પિટલોને રૂપિયા 225માં મળશે કોવિશિલ્ડ અને કોવેક્સિન
vaccine New Price: ખાનગી હોસ્પિટલોને રૂપિયા 225માં મળશે કોવિશિલ્ડ અને કોવેક્સિન

By

Published : Apr 9, 2022, 5:58 PM IST

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ (Serum Institute of India) અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ ખાનગી હોસ્પિટલો માટે કોવિડશિલ્ડ વેક્સીનની કિંમત (vaccine New Price) રૂ. 600 થી ઘટાડીને રૂ. 225 પ્રતિ ડોઝ કરવાનો નિર્ણય (Covishield vaccine for private hospitals) લીધો છે. બીજી તરફ, કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઈલાએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલો માટે કોવેક્સિનની કિંમત 1200 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Commander killed in encounter: જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર, લશ્કર-એ-તૈયબાના કમાન્ડરનું મોત

225 રૂપિયા કરવાનો નિર્ણય:સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી SII એ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીની કિંમત 600 રૂપિયા પ્રતિ ડોઝથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સુચિત્રા ઈલા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ભારત બાયોટેક કહે છે કે, અમે ખાનગી હોસ્પિટલો માટે કોવેક્સિનની કિંમત 1200 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.

સર્વિસ ચાર્જ 150 રૂપિયા:કેન્દ્રએ શનિવારે રાજ્યોને કહ્યું કે, વહીવટીતંત્ર જ કોરોનાની રસીના બુસ્ટર ડોઝ આપશે, જેનો ઉપયોગ તેણે પહેલા બે ડોઝમાં કર્યો હતો. આ માટે ખાનગી રસીકરણ કેન્દ્રો મહત્તમ 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલી શકે છે. કેન્દ્રએ શનિવારે જાહેરાત કરી હતી કે, 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને કોરોનાની રસીના બુસ્ટર ડોઝ (precautionary dose to all) ઉપલબ્ધ થશે. 18 વર્ષથી વધુ ઉંમરના (booster dose for 18+) કોઈપણ કે જેણે બીજા ડોઝ માટે નવ મહિનાનો સમયગાળો પૂરો કર્યો હોય તે બુસ્ટર ડોઝ લઈ શકે છે, જો રસીની કિંમત અને સર્વિસ ચાર્જ ઉમેરીએ તો રૂ. 225 રસી અને રૂ. 150નો સર્વિસ ચાર્જ એટલે કે, ખાનગી હોસ્પિટલોમાં ડોઝ માટે રૂ. 375 ચૂકવવા પડી શકે છે.

આ પણ વાંચો:કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી કરી હત્યા, વિદેશ પ્રધાન જયશંકરે દુઃખ કર્યું વ્યક્ત

કોરોના રસીના બુસ્ટર ડોઝ: ભારત બાયોટેકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઈલા કહે છે કે, અમે ખાનગી હોસ્પિટલો માટે કોવેક્સિનની કિંમત 1200 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 8 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે. અગાઉ માત્ર ફ્રન્ટ લાઇન કામદારો અને વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવતો હતો. ગયા વર્ષે 2 ફેબ્રુઆરીએ બુસ્ટર ડોઝ શરૂ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવ્યાપી એન્ટી-COVID-19 રસીકરણ (COVID 19 Precaution Dose) અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 185,38 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details