- એક અઠવાડિયામાં કોવિડ-19 વોર્ડમાં કામગીરી શરૂ થવાની સંભાવના છે
- 18 થી 45 વર્ષની વયના લોકોના રસીકરણ માટે શનિવારે એઇમ્સમાં કાઉન્ટર શરૂ કરાયું
- એઈમ્સ કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે
ગોરખપુર: કોવિડ-19 મહામારી વચ્ચે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ગોરખપુરમાં પણ ખૂબ જ જલ્દી 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે. સાંસદ રવિ કિશને વડાપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને કોવિડ વોર્ડ બનાવવા અને એઈમ્સમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા પત્ર લખ્યો હતો. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એઇમ્સમાં 30 બેડના કોવિડ વોર્ડની રજૂઆત પર મંજૂરી આપી દીધી છે. એક અઠવાડિયામાં કોવિડ-19 વોર્ડમાં કામગીરી શરૂ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃવાંસદા કોટેજ હોસ્પિટલના નવી બિલ્ડીંગમાં 60 ઓક્સિજન બેડની સુવિધા શરૂ
વેક્સિનેશન કાઉન્ટરનું થયું ઉદ્ઘાટન
18 થી 45 વર્ષની વયના લોકોના રસીકરણ માટે શનિવારે એઇમ્સમાં કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન સાંસદ રવિ કિશન દ્વારા કરાયું હતું. આ સમય દરમિયાન આંતરિક વ્યવસ્થા જોઇને તેને લાગ્યું કે અહીં પણ કોવિડ વોર્ડ હોવો જોઈએ. મહામારી વચ્ચે નાની-નાની વ્યવસ્થાઓથી પણ લડી શકાય છે. આ પ્રસંગે સાંસદે એઇમ્સના ડિરેક્ટર ડો.સુરેખા કિશોર અને બાબા રાઘવદાસ મેડિકલ કોલેજના આચાર્ય ડો.ગણેશકુમાર સાથે એઇમ્સ કેમ્પસમાં સુવિધાઓની સમીક્ષા કરી હતી.