ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Noble Prize for Meicine: કૈટાલિન કારિક અને ડ્રુ વિસમૈનની મેડિસિન નોબલ પ્રાઈઝ માટે પસંદગી થઈ - નોબલ એસેમ્બલી

મેડિસિન ક્ષેત્રે નોબલ પ્રાઈઝ માટે કૈટાલિન કારિક અને ડ્રુ વિસમૈનના નામની જાહેરાત કરવામાં આવી. આ બંને વૈજ્ઞાનિકોના પ્રદાન અને તેમને કરેલા અગત્યના સંશોધન વિશે વાંચો વિગતવાર

કૈટાલિન કારિક અને ડ્રુ વિસમૈનની મેડિસિન નોબલ પ્રાઈઝ માટે પસંદગી થઈ
કૈટાલિન કારિક અને ડ્રુ વિસમૈનની મેડિસિન નોબલ પ્રાઈઝ માટે પસંદગી થઈ

By ANI

Published : Oct 2, 2023, 6:21 PM IST

સ્ટોકહોમઃ મેડિસિન સેક્ટરમાં નોબલ પ્રાઈઝ વિનર તરીકે કૈટાલિન કારિકો અને ડ્રુ વિસમૈનની પસંદગી થઈ છે. આ બંને વૈજ્ઞાનિકોએ કોવિડ-19 વિરુદ્ધ અસરકારક એવી MRNA રસીના સંશોધનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નોબલ એસેમ્બલીના સચિવ થૉમસ પર્લમૈને સોમવારે સ્ટોકહોમ ખાતે નોબલ પ્રાઈઝની જાહેરાત કરી હતી.

MRNA સંશોધનઃ નોબલ એસેમ્બલી જણાવે છે કે આ બંને વૈજ્ઞાનિકોએ સંશોધિત કરેલ MRNA રસીના પરિણામે લાખો લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. આ બંને વૈજ્ઞાનિકોની દિવસ રાતની મહેનતને પરિણામે કોવિડને નાથવામાં વિશ્વ સફળ રહ્યું છે. તેમની રસી MRNA દ્વારા પ્રોટીનનું ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. 2005માં આ બંને વૈજ્ઞાનિકોએ આ સંશોધનને એક પેપરમાં પ્રકાશિત કર્યુ હતું. તે સમયે આ સંશોધનને ખાસ ખ્યાતિ મળી નહતી. પરંતુ કોવિડ કાળમાં આ પેપરમાં રજૂ થયેલા સંશોધનને પરિણામે રસીની શોધનો પાયો નંખાયો હતો.

પ્રોટીન ઉત્પાદન વધારવા સક્ષમઃ આ બંને વૈજ્ઞાનિકોના સંશોધને કરેલ માનવ સેવા અમૂલ્ય છે. અનેક માણસોએ કોવિડમાં તેમના સંશોધનને પરિણામે જીવ બચાવ્યા હતા. MRNA શરીરમાં જવાથી કોષની પ્રોટીન ઉત્પાદન ક્ષમતા વધી જાય છે. જેના પરિણામે દર્દીની ઈમ્યૂનિટ સિસ્ટમ મજબૂત બને છે અને કોરોનામાંથી દર્દી ઝડપથી સાજો થઈ શકે છે. કોવિડ મહામારીથી લડવા માટે માનવજાતને હથિયાર રુપી રસી પૂરી પાડનાર કૈટાલિન કારિકો અને ડ્રુ વિસમૈનની પસંદગી નોબલ પ્રાઈઝ માટે કરવામાં આવી છે.

માનવજાતને આશીર્વાદઃ કોવિડને કોઈ ભૂલી શકશે નહીં. લાખો લોકોએ કોવિડમાં જીવ ગુમાવ્યો હતો. આ આંકડો હજુ પણ વધી શકે તેમ હતો. જો કૈટાલિન કારિકો અને ડ્રુ વિસમૈનના આરએનએ પરનું સંશોધન સામે ન આવ્યું હોત. તેમણે 2005માં કરેલ સંશોધને કોવિડની રસી શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પાયાની ભૂમિકા ભજવી છે તેમ કહો તો પણ ચાલે. તેમના સંશોધનને પરિણામે જીવ વૈજ્ઞાનિકો ઝડપથી કોવિડ પ્રતિરોધક રસી શોધી શકયા. કોવિડની રસીને પરિણામે અનેક દર્દીઓનો જીવ બચ્યો અને અનેક લોકોને કોવિડ મહામારીમાંથી મુક્તિ મળી હતી. કૈટાલિન કારિકો અને ડ્રુ વિસમૈનના માનવજાતને આશીર્વાદ સમાન સંશોધનને નોબલ પ્રાઈઝથી નવાજવામાં આવ્યું છે.

  1. Covid 19 as a Bioweapon : વુહાનના સંશોધકે દાવો કર્યો છે કે, ચીને કોવિડ-19ને 'બાયોવેપન' તરીકે તૈયાર કર્યું હતુ
  2. Covid 19 : કોવિડ રોગચાળાએ બાળકો, સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસમાં વધારો કર્યો છે

ABOUT THE AUTHOR

...view details