ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડની ત્રીજી લહેરમાં બાળકોને અસર નહીં થાય : AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા - ત્રીજી લહેરમાં બાળકો સુરક્ષિત

શું ત્રીજી લહેરમાં સૌથી વધારે ખતરો બાળકોને છે ? શું પ્રાણીઓમાં આ સંક્રમણ ફેલાઇ શકે છે ? શું બ્લેક ફંગસ કોરોનાની જેમ ફેલાઇ શકે છે ? આ સવાલ પર દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું.

કોવિડની ત્રીજી લહેરમાં બાળકોને અસર નહીં થાય
કોવિડની ત્રીજી લહેરમાં બાળકોને અસર નહીં થાય

By

Published : May 24, 2021, 10:03 PM IST

  • બાળકો હજી સુધી રહ્યાં છે સુરક્ષિત
  • સ્કુલ - કોલેજ થશે પછી કદાચ બાળકો થશે સંક્રમિત
  • ત્રીજી લહેરમાં બાળકો મોટા પાયે બિમાર થશે રહી ન શકાય

હૈદરાબાદ: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે પણ મોટા ભાગના લોકો ત્રીજી લહેરની ચિંતા કરી રહ્યાં છે. હકીકતમાં ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાવાની આશંકા છે જે લોકોને ડારવી રહી છે. આ દરમ્યાન દિલ્હી એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ લોકોને રાહત આપે તેવી વાત કરી છે.

કોવિડની ત્રીજી લહેરમાં બાળકોને અસર નહીં થાય

ત્રીજી લહેરમાં બાળકો રહેશે સુરક્ષિત

રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે જો કોરોનાની બીજી લહેરની વાત કરીએ તો આંકડા દર્શાવી રહ્યાં છે કે બાળકો સૌથી વધારે સુરક્ષિત છે, બાળકોમાં કોરોનાના લક્ષણ ખૂબ જ ઓછા જોવા મળ્યા હતાં. તેવામાં એવું કહેવું કે આગામી લહેરમાં બાળકોમાં કોરોનાનો ખતરો વધશે તો તે વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. તેમણે એવું પણ ઉમેર્યું કે આમ છતાં આપણે તૈયારી કરવી પડશે. બાળકો અત્યાર સુધી સુરક્ષિત છે કેમકે તેઓ ઘરમાં છે. જ્યારે તેઓ સ્કૂલ જશે, કોલેજ જશે તો તેમને પણ સંક્રમણ થઇ શકે છે.મોટા ભાગના બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહીં રહે. અત્યાર સુધીની બંને લહેરોમાં તે જોવા મળ્યું હતું. એવા બાળકોને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે જેમની તબિયત વધારે ખરાબ થઇ હોય. ગુલેરિયાએ એવું પણ જણાવ્યું હતું કે અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે અસર થશે પણ બાળ રોગ સંઘે જણાવ્યું કે આ તથ્યો આધારિત નથી. આથી ડરવાની જરૂર નથી.

કોવિડની ત્રીજી લહેરમાં બાળકોને અસર નહીં થાય

વધુ વાંચો:અમે ત્રીજી લહેરના સામના માટે તૈયાર છીએઃ MCGMના કમિશનર

કોરોનાની જેમ નથી ફેલાતું ફંગલ ઇન્ફેક્શન

કોરોના સંક્રમણ વચ્ચે બ્લેક, વ્હાઇટ અને યેલો ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. જે અંગે એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે ફંગસનો રંગ અલગ અલગ ક્ષેત્રમાં વિકસિત થવાના કારણે તેના રંગ અલગ અલગ હોઇ શકે છે પણ આ કોરોનાની જેમ ફેલાતો નથી, ડાયાબિટીઝથી પીડાતા લોકોને ફંગલ ઇન્ફેક્શનો ખતરો વધારે છે.

પ્રાણીઓમાંથી માણસોમાં સંક્રમણના કોઇ પુરાવા નથી

કોરોનાની બીજી લહેર દરમ્યાન હૈદરાબાદથી માંડીને રાજસ્થાનમાં સિંહમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું. જેના કારણે પાલતુ પ્રાણીઓમાં કોરોનાના સંક્રમણ પર સલા ઉઠ્યા હતાં. ડૉ રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે પ્રાણીઓમાંથી માણસોમાં સંક્રમણ ફેલાવાના કોઇ ડેસા સામે નથી આવ્યા અત્યાર સુધીમાં માણસોમાંથી પ્રાણીઓમાં સંક્રમણના કેસ સામે આવ્યા છે.

વધુ વાંચો:ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની ચેતવણી

ABOUT THE AUTHOR

...view details