- ગામડાંમાં જઈને કરાયેલી તપાસમાં જુદું જ ચિત્ર
- ગામડામાં જઈને મુલાકાતો કરવામાં આવી તેમાં ટેસ્ટિંગમાં વધારો થયો હોય તેવું દેખાયું નથી
- અહેવાલમાં જે ગામોનો ઉલ્લેખ હતો તેની ETV Bharatના રિપોર્ટરોએ મુલાકાત લીધી
હૈદરાબાદ/લખનઉ: ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને હરાવવા તાજેતરમાં રાજ્યની યોગી સરકારે પાંચ દિવસીય પરીક્ષણ, સારવાર અને સંપર્ક ટ્રેસિંગ અભિયાન હાથ ધર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝે પણ પોતાના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલમાં પ્રકાશિત ડેટા અને ETV Bharatની ગ્રાઉન્ડ ટીમે તેનું સૂક્ષ્મ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણને આઘાતજનક પરિણામો મળ્યાં. સરકારના દાવા હકિકત કરતા વિરુદ્ધ હોવાનું જણાયું છે.
ગંગા નદીમાં વહેતા મૃતદેહોને કારણે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં રહ્યું
તમને જણાવી દઈએ કે, ગંગા નદીમાં વહેતા મૃતદેહોને કારણે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં રહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પાંચ દિવસીય પરીક્ષણ અભિયાનને ટેકો મળ્યો હતો. 75 જિલ્લામાં 97,941 ગામોને આવરી લેવાની યોજના હતી, પરંતુ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાની દ્રષ્ટિએ, જેટલા દાવાઓ કર્યા હતા તેટલો પરીક્ષણની સંખ્યામાં વધારો થયો ન હતો. આ આંકડા કોવિડ 19India.org પર ઉપલબ્ધ છે. અમારી ટીમે આ વિષય પર ગ્રામજનો, આરોગ્ય કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા અંગેનું ETV BHARAT દ્વારા સાચુ, સચોટ અને સતત કવરેજ
ઉત્તર પ્રદેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડાં નોંધાયા છે, તેમાં ખાસ કોઈ વધારો દેખાયો નથી
WHO ભારત કચેરીએ પાંચ દિવસ માટે આ ઝુંબેશ ચલાવી તેમાં 75 જિલ્લાઓમાં 97,941 ગામડાંને આવરી લેવાના હતા. પરંતુ આ પાંચ દિવસીય ઝુંબેશના સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડાં નોંધાયા છે, તેમાં ખાસ કોઈ વધારો દેખાયો નથી. કેટલાક ગામોની ETV Bharatના પત્રકારોએ મુલાકાત લીધી અને ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમાંથી પણ આંકડાં વિશે શંકા જાગે છે.
ઉત્તર પ્રદેશ કોવિડ-19 રોકવા માટે છેક છેવાડે પહોંચી રહ્યું છે
‘ઉત્તર પ્રદેશ કોવિડ-19 રોકવા માટે છેક છેવાડે પહોંચી રહ્યું છે’ એવા શિર્ષક સાથેના અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકારે 141,610 ટીમો તૈયાર કરી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના 21,242 સુપરવાઇઝરોને જવાબદારી સોંપાઈ હતી કે રાજ્યના સમગ્ર ગ્રામીણ વિસ્તારને આવરી લેવામાં આવે.
WHOના ફીલ્ડ અધિકારીઓએ 2000 આરોગ્ય ટીમો પર નજર રાખી હતી
પ્રથમ દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ફીલ્ડ અધિકારીઓએ 2000 આરોગ્ય ટીમો પર નજર રાખી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આ સંસ્થાએ જણાવ્યું છે કે પ્રારંભના દિવસે 2000 જેટલી સરકારી ટીમોની દેખરેખ WHOના ફિલ્ડ ઓફિસરોએ કરી હતી અને ઓછામાં ઓછા 10,000 ઘરોની મુલાકાત લીધી હતી. જોકે https://www.covid19india.org/state/UP વેબસાઇટ પર પાંચમી મેથી શરૂ થયેલી આ પાંચ દિવસય ઝુંબેશ દરમિયાન આંકડામાં ખાસ વધારો દેખાયો નહોતો.
- ETV Bharatનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ
અહેવાલમાં જે ગામોનો ઉલ્લેખ હતો તેની ETV Bharatના રિપોર્ટરોએ મુલાકાત લીધી