તિરુવનંતપુરમ : સમગ્ર દેશમાં આવી રહેલા કોરોનાના કેસ જોઈએ તો માત્ર કેરળમાંથી જ 50 ટકા કેસ છે. આ આંકડાઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન માંડવીયાને ચિંતા મુક્યા છે. કેરળમાં કોરોનાની સ્થિતી અંગે સમીક્ષા કરવા માટે આજે તેઓ કેરળ પ્રવાસે છે પરંતુ કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીના જોર્જનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાથી એટલી પણ ખરાબ હાલત નથી. અમે તમામ પગલાઓ લઈ રહ્યા છીએ.
વેક્સિન માગી છે , હોસ્પિટલોમાં દાખલ થનારાઓની સંખ્યા ઓછી
કેરળની સ્વાસ્થ્ય પ્રધાન વીના જોર્જનું કહેવું છે કે, અમે વધુમાં વધું લોકોના ટીકાકરણ માટે કેન્દ્ર પાસે વેક્સિન માગી છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં જે રીતે કોરોનાના દર્દીઓ વધી રહી રહ્યા છે તેના કરતા હોસ્પિટલોમાં દાખલ થનારાઓની સંખ્યા ખુબ ઓછી છે.
રવિવારે થઈ 102 મોત , 18,582 નવા કેસ આવ્યા હતા
આંકડાઓની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 3.67 મિલિયન સંક્રમિતો સામે આવ્યા છે જેમાંથી 18,601 દર્દીઓના મોત થયા છે. રવિવારે રાજ્યમાં સૌથી વધુ 18,582 દર્દીઓ સામે આવ્યા છે જેમાંથી 102 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ લગભગ 21 હજાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા 34,92,367 પર પહોંચી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 1,78,630 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રવિવારે 1,22,970 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.
ચાર જિલ્લાઓમાં બે હજારથી વધુ દર્દીઓ
રવિવારે કેરળના મલપ્પુરમ , તૃશ્શૂર , કોઝીકોડ , એર્ણાકુલમમાં સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા હતા. આ જિલ્લાઓમાં બે હજારથી વધુ દર્દીઓ સામે આવ્યા હતા. કેરળના તમામ રાજ્યમાં 4,99,000 દર્દીઓની સારવાર ચાલી રહી છે જેમાંથી 27,636 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
કેન્દ્રીય મહામારી નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે કેરળ પહોંચી રહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ એએનઆઈને કહ્યું કે તેઓ કેરળના મુખ્યપ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાન સાથે બેઠક કરશે ત્યારબાદ તેઓ મંગળવારે આસામની પણ મુલાકાતે જઈ શકે છે.