ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi Corona review : વડાપ્રધાન મોદી કોરોના અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક - વડાપ્રધાન મુખ્યપ્રધાનો સાથે બેઠક કરશે

કોરોના સંક્રમણના ગંભીર સંકટને ધ્યાનમાં રાખીને (PM modi covid situation review) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક (modi meeting with chief ministers) સમીક્ષા બેઠક કરશે.

PM Modi Corona review : આજે વડાપ્રધાન મુખ્યપ્રધાનો સાથે બેઠક કરશે
PM Modi Corona review : આજે વડાપ્રધાન મુખ્યપ્રધાનો સાથે બેઠક કરશે

By

Published : Jan 13, 2022, 8:58 AM IST

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા સતત (number of people infected Omicron increased) વધી રહી છે. ઓમિક્રોન ઉપરાંત, કોરોના સંક્રમણના કેસ પણ સતત (Cases of corona disease increased) વધી રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈકાલે (બુધવારે) 1.94 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા (PM modi covid situation review) કરવાનો નિર્ણય લીધો છે.

PM મોદી આજે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરશે

સંક્રમણના વધતા જતા કેસને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક (modi meeting with chief ministers) કરી શકે છે. સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ ભાગોમાં નાઇટ કર્ફ્યુ, વીકએન્ડ લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરાઈ

વડાપ્રધાને રવિવારે દેશમાં કોવિડ-19 સંક્રમમની સ્થિતિ, સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય સિસ્ટમની ચાલી રહેલી તૈયારીઓ, દેશમાં રસીકરણ અભિયાનની સ્થિતિ, ઓમિક્રોનના ફેલાવા અને તેની જાહેર આરોગ્ય પર અસરની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી.

મિશન મોડમાં રસીકરણની અપીલ

આ દરમિયાન તેમણે જિલ્લા સ્તરે પર્યાપ્ત આરોગ્ય માળખાની ખાતરી કરવા અને મિશન મોડ પર પુખ્ત વયના લોકો માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી હતી. રાજ્યોની સ્થિતિ, તૈયારી અને જાહેર આરોગ્ય સુવિધાઓ પર ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાનો સાથે બેઠક બોલાવવામાં આવશે.

60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન શરૂ

કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે દેશમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને અન્ય ગંભીર રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને રસીના બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન શરૂ થયું છે.

સમીક્ષા બેઠક પહેલેથી જ યોજાઈ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર એ વાત પર ભાર મૂકતા રહ્યા છે કે, કોવિડ-19 સામેની લડાઈમાં રસીકરણ એ સૌથી અસરકારક શસ્ત્ર છે. વર્ષ 2020 માં કોરોના શરૂ થયો ત્યારથી, તેઓ વારંવાર મુખ્યપ્રધાનો સાથે બેઠકો યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

PM Modi COVID 19 Review Meeting: જિલ્લા સ્તર પર પર્યાપ્ત આરોગ્ય માળખાને સુનિશ્ચિત કરવા PM Modiનું આહ્વાન

PM Modi inauguration medical College : વડાપ્રધાન આજે તમિલનાડુને આપશે ભેટ, 11 મેડીકલ કૉલેજનું કરશે ઉદ્ઘાટન

ABOUT THE AUTHOR

...view details